રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (18:57 IST)

અમરેલીમાં ગમખ્વાર અકસ્માત - એક જ પરિવારના ત્રણના મોત

અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન જિલ્લામાં બનેલી અલગ અલગ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત નિપજી ચૂક્યા છે. આજે કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે એક બાઈક સવાર દંપતી અને તેની બાળકીને અડફેટે લેતા ત્રણેયના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર ટ્રક પણ પલટી ગયો હતો.
 
અમરેલી જિલ્લાનો કુંકાવાવ હાઈવે આજે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રકચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર દંપતી અને તેની પુત્રીના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. ટ્રક અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ઘટનાસ્થળ પર પલટી મારી ગયો હતો. ટ્રક પલટી જતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાઈક પર સવાર દંપતી અને બાળકીનું મોત નિપજતાં ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. ત્રણેય મૃતકો પરપ્રાંતીય શ્રમિકો હોવાનું અનુમાન લગાવવામા આવ્યું છે.