શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (12:18 IST)

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનોના મોત,

Rajkot news- રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનોના મોત, જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાયો  
 
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જ હાર્ટ એટેકથી ત્રણ લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ બે યુવકો અને એક યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.આ હાર્ટએટેકના ત્રણ બનાવોમાં પહેલો બનાવ રાજકોટ શહેરમાં બન્યો હતો જેમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક નજીક જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન જતીન સરવૈયા નામના 25 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેના પગલે તેને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.અન્ય બે બનાવ રાજકોટ જિલ્લાના જેતપુરમાં બન્યા હતા જેમાં જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે અચાનક હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવાયો હતો જો કે ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. વિજય મેઘનાર્થી નામના 26 વર્ષીય યુવક ઘરમાં હતો ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને યુવકનું નિધન થયુ હતું. આ સિવાય અન્ય એક બનાવમાં જેતપુરમાં જ સાંજે લોકમેળો માણવા એવેલી એક યુવતીને અચાનક હાર્ટ એટેક આવતા મોત થયુ હતું. પ્રાથમિક માહિતી મુજબ અંજના ભુપત ગોંડલીયા નામની 26 વર્ષીય યુવતી ચકડોળમાં બેસી હતી અને બાદમાં ચકડોળમાં ઉતર્યા બાદ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ યુવતીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યા ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી. મૃતક યુવતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી.