ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:48 IST)

બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

બંગાળની ખાડીમાં બનેલા સર્ક્યુલેશનથી ગુજરાતમા હવામાનમાં પલટો જોવા મળ્યો છે. સાથે રાજ્યમાં ત્રણ દિવસે ભારે પવન સાથે હવામાન વિભાગે કમોસમી વરસાદની સંભવના વ્યક્ત કરી હતી. 20 નવેમ્બર સુધી વરસાદી છાંટા પડવાનું અનુમાન છે. 
 
ત્યારે આજે હવામાનમાં આવેલા પલટાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આજે વહેલી સવારથી જ બનાસકાઠાના થરાદ, દિયોદર, ભાભર, લાખણી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. આ ઉપરાંત જિલ્લા મહેસાણા અને પાટણમાં પણ કમોસમી માવઠાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં રાધનપુર મહેસાણા, કડી, બહુચરાજી, વડનગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 
 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગર્જના સાથે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે. આ દરમિઆન પ્રતિ કલાક 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે.
 
વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ અને દીવમાં  જ્યારે 19 નવેમ્બરને દમણ, દાદરા નગર હવેલી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમરેલી ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ ખાબકી શકે છે.