વડોદરામાં બેરોજગાર યુવાનો સાથે નોકરીના નામે ક્રુર મજાક

સોમવાર, 30 ઑક્ટોબર 2017 (16:53 IST)

Widgets Magazine
reliance fake news


સોશ્યલ મીડિયા પર વહેતા થતા ખોટા સંદેશાઓ ક્યારેક પરેશાનીનુ કારણ બની જાય છે.આજે આવા જ એક કિસ્સામાં અટકચાળા તત્વોએ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી માટેના ઈન્ટરવ્યૂના બોગસ મેસેજ ફરતા કરીને સેંકડો બેરોજગાર યુવાનોની ક્રૂર મજાક ઉડાવી હતી. તરસાલી આઈટીઆઈમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરીના ઈન્ટરવ્યૂ તા.૨૯ ઓક્ટોબરે યોજાવાના છે

તેવા મેસેજ છેલ્લા કેટલાક દિવસથી વહેતા થયા હતા.ગત સપ્તાહે આ બાબત સત્તાધીશોના ધ્યાનમાં પણ આવી હતી. તેમણે આઈટીઆઈમાં આવા કોઈ ઈન્ટરવ્યૂનુ આયોજન કરવામાં આવ્યુ નથી તેવી નોટિસો પણ લગાડી હતી.સ્ટાફને પણ એલર્ટ કર્યો હતો અને સોશ્યલ મીડિયામાં શક્ય હોય તેટલી સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું હતુ.આમ છતા આજે યુવાનોના ટોળે ટોળા સવારથી આઈટીઆઈ ખાતે જમા થઈ ગયા હતા.આઈટીઆઈના પ્લેસમેન્ટ ઈન્ચાર્જ ડી પી ગુર્જરનુ કહેવુ હતુ કે બપોર સુધીમાં ૮૦૦ જેટલા યુવાનો ઈન્ટરવ્યૂના મેસેજના કારણે આઈટીઆઈ ખાતે ધક્કો ખાઈને ગયા હતા.ખરેખર તો સંસ્થા દ્વારા આવા કોઈ ઈન્ટરવ્યૂનુ આયોજન થાય છે ત્યારે ચોક્કસ ફોર્મેટમાં તેની જાહેરાત આપવામાં આવે છે.કોઈએ વિકૃત આનંદ મેળવવા માટે કે આઈટીઆઈને બદનામ કરવા માટે આવા મેસેજ વહેતા કર્યા હોવાનુ લાગે છે.ભવિષ્યમાં પણ જો આવા મેસેજ ફરતા થાય તો ઉમેદવારોએ પહેલા આઈટીઆઈનો સંપર્ક કરીને ખાત્રી કરવી હિતાવહ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરામાં મકાન ના મળે તો સેંકડો લોકોની ધર્માંતરણ કરવાની ચિમકી

વડોદરાના ગોત્રી રામદેવનગરના રહીશોના મકાનો તોડી પાડયા બાદ તેઓને સયાજીપુરામાં મકાનો ફાળવતા ...

news

બેટ-દ્વારકાની ફેરી બોટમાં પાણી ભરાતા જીવ બચાવવા અફરાતફરી

બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનું નિવાસસ્થાન હોય દર વર્ષે આ ટાપુ પર લાખો શ્રદ્ધાળુઓ ઓખા- ...

news

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે સૌરાષ્ટ્ર યાત્રા કાઢશે

ભાજપ હવે નારાજ મતદારોને મનાવવા માટે 3 ફેઝમાં સીધો સંપર્ક સાધવા માટે પ્લાન ઘડી રહી છે. આ ...

news

વધતા મુસાફરોથી સિંહો કંટાળ્યા ગીરમાં પર્યટકોને સિંહ જોવા ના મળ્યાં

વેકેશનના સમયગાળામાં લગભગ 31,584 લોકોએ સાસણગીરની મુલાકાત લીધી, પરંતુ તેમાંથી 60 ટકા ...

Widgets Magazine