ચૂંટણીમાં દારૂ સપ્લાય માટે 500 વીઘાનું વિશાળ નેટવર્ક

સોમવાર, 6 નવેમ્બર 2017 (12:33 IST)

Widgets Magazine


વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો અને ભરૂચની 5 બેઠકોમાં પુરો પાડવા માટે બૂટલેગરો નવા નવા સ્થળો અને કિમીયા ઉપયોગમાં લઈ રહ્યા છે. હાલમાં પોલીસે વડોદરાના બૂટલેગરને ઝડપી પાડ્યો છે જ્યારે ભરૂચનો બૂટલેગર પોલીસથી ભાગતો ફરી રહ્યો છે જેની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે. કરજણના રૂા. 23 લાખના વિદેશી દારૂની હેરાફેરીના પ્રકરણમાં 500 વીઘા જમીનના પટ્ટામાં વિદેશી દારૂની 12થી વધુ વખત હેરાફેરી થઇ હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. વિધાનસભાની ચૂંટણી આચારસંહિત બાદ પણ દારૂનું મોટાપાયે કટિંગ થતું હતું. દારૂની હેરાફેરી માટે બૂટલેગરોને પરવાનગી કોને આપી તે મુદ્દે ઝીણવટપૂર્વકની તપાસ ચાલી રહી છે. પોલીસે જમીન માલીકનું નિવેદન લીધું હતું. જોકે, જમીનની સાચવણી કરનાર રખોપા સહિત બેની પૂછતાછની કવાયત હાથ ધરી છે. ચકચારી પ્રકરણમાં પીઆઇ જોષીને સસ્પેન્ડ કરાયા હતા. કરજણની સીમમાં બુધવારે મોડી રાત્રે વિદેશી દારૂની હેરાફેરીનું મોટુ નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસે કારેલીબાગના બૂટલેગર પરેશ ઉર્ફે ચકો સહિત 14ને પકડી રૂા. 23.56 લાખનો દારૂ અને 4 વાહનો સહિત રૂા. 40.23 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ચકચારી ઘટનામાં આઇજીએ કરજણ પીઆઇ વી.એચ.જોષીને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે ડીએસપીએ કેસની તપાસ એલસીબી પીઆઇ બારડને સોંપી હતી.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચૂંટણી દારૂ સપ્લાય 500 વીઘાનું વિશાળ નેટવર્ક ભરૂચ દારૂનો સપ્લાય બૂટલેગરો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Wine Liquor Gujarat News Local News Gujrat Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી સાથે પ્રેમ પણ ભાજપના અન્ય લોકોથી નફરત વાળા પોસ્ટરવોરથી ભાજપમાં ખળભળાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં 'અમે મોદીને પ્રેમ કરીએ છીએ ...

news

પાટીદારોને ઓબીસી મળશે તે માટે રાહુલ લેખિતમાં ખાતરી આપે : સરદાર સંકલ્પ રથ

પાટીદાર અનામત આંદોલનમાં ભાજપ બાદ કોંગ્રેસ દ્રારા ચાર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ...

news

આણંદ જિલ્લાના 30 ગામોમાં પાટીદાર અને 190 ગામોમાં ક્ષત્રિય મતદારો

આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસનું એકચક્રીય શાસન જોવા મળે છે. જ્યારે આણંદ ...

news

દલિત પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા દલિતોની માંગ

તાજેતરમાં જ નવસારી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દલિત યુવા નેતા જિજ્ઞેશ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine