1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 1 જાન્યુઆરી 2024 (14:09 IST)

Video - અમદાવાદમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા પગ લપસ્યો, ટ્રેન સાથે ઢસડાઈ, યુવતી માંડ માંડ બચી

train accident
train accident
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર ચાલુ ટ્રેનમાં એક યુવતી નીચે ઉતરવા જતાં તેનો પગ લપસી ગયો હતો. યુવતીનો પગ લપસતાંની સાથે ટ્રેનના દરવાજે ઉભેલા વ્યક્તિએ તેનો હાથ પકડી રાખ્યો હતો. તેમજ રેલવે પ્લેટફોર્મ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મહિલા કોન્સ્ટેબલ અને સ્થાનિક લોકોએ યુવતીને પ્લેટફોર્મ પર ઢસડાતા જોઈ તાત્કાલિક દોડી ગયા હતા.


યુવતીને ટ્રેનથી દૂર કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર યુવતીએ ચાલીને આગળ ન જવું પડે તે માટે શોર્ટકટ અપનાવ્યો ને હતો જે તેને મોંઘો પડી ગયો હતો. મહત્વનું છે કે, ઘટના સર્જાતા હાજર લોકો અને RPFની મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો હતો.પશ્ચિમ રેલવેના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 31 ડિસેમ્બરના રોજ સવારના 10.47 વાગ્યે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 6 ઉપર આવી હતી. ટ્રેન હજી પ્લેટફોર્મ ઉપર ઉભી રહે તેના પહેલા જ પ્લેટફોર્મની સીડી પાસે ચાલુમાં ઉતરવા જતા એક 25 વર્ષીય યુવતીનો પગ લપસી ગયો હતો. ચાલુ ટ્રેનમાં મહિલાને પડતા જોઈ એક યુવક દોડ્યો હતો જ્યારે RPFમાં ફરજ બજાવતા શર્મિલા ભંડારી જેઓ સીડી પરથી તરત જ નીચે ઉતરી અને યુવતીને પકડી ટ્રેનથી દૂર કરી દીધી હતી. યુવતી ચાલીને પ્લેટફોર્મ પર સીડી સુધી ન જવું પડે તેના માટે ચાલુ ટ્રેનમાં ઉતરવા ગઈ હતી, પરંતુ તેનો પગ ડબ્બાના પગથિયાં પરથી લપસી ગયો હતો. યુવતીએ હેન્ડલ પકડી રાખ્યું હતું. જેથી પોતે પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી. ચાલુ ટ્રેન પાસેથી કરી દેતા યુવતીનો જીવ બચી ગયો હતો. યુવતી રાજકોટથી અમદાવાદ આવી હતી અને ચાલુ ટ્રેનમાં ઉતરવા જતા આ ઘટના બની હતી. ચાલુ ટ્રેન પર સીડી પાસે ઉતરવાની અનેક મુસાફરોને ટેવ હોય છે. ટ્રેન ચાલુ હોય અને પ્લેટફોર્મ પર સીડી પાસે વધારે ચાલીને ન જવું પડે તેના માટે ચાલુ ટ્રેનમાં ઉતરતા હોય છે. RPF અને GRP બંને પોલીસ ત્યાં હાજર જ હોય છે તેમ છતાં પણ આ રીતે ચાલુ ટ્રેનમાં ઉતરવાના કારણે ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવી શકાય છે.