શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (12:01 IST)

અમદાવાદમાં આગામી 3 દિવસ ગરમી 44 ડિગ્રી વટાવે તેવી શક્યતા

ગુજરાતમાં દઝાડતો ઊનાળો લોકોને હેરાન કરી રહ્યો છે. ગુરૂવારે 42.8 ડિગ્રી ગરમી સાથે રાજ્યનું અમરેલી શહેર સૌથી વધુ ગરમ રહ્યું હતં તો અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભગ દ્વારા આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ દર્શાવાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં આગામી 3 દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે. આજે અમદાવાદ ઓરેન્જ અલર્ટ તો વડોદરામાં યેલ્લો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યાં છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગરમીમાં વધારો નહીં થાય પરંતુ ત્યારબાદ ગરમીમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે. રાજ્યના 6 જિલ્લામાં હિટવેવની આગાહી છે. રાજ્યના બનાસકાંઠા, સારકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, કચ્છમાં આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી છે. ગુરૂવારે રાજ્યમાં અમરેલીનું તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 42.00 ડિગ્રી નોંધાયું હતં. 42.6 ડિગ્રી સાથે ગાંધીનગર બીજું ગરમ શહેર રહ્યું હતું તો રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 41.4 ડિગ્રી અને ભૂજનું તાપમાન 42. ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં 39.1 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ઓછું ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતના દરિયા કિનારે આવેલા સંઘ પ્રદેશ દિવનું તાપમાન ગુરૂવારે 33.9 ડિગ્રી નોંધાયું હતું.