શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 જૂન 2021 (11:14 IST)

લોકો જાગ્યા તો સરકાર સૂઇ ગઇ, રાજ્યભરના ઘણા સેન્ટરો વેક્સીનનો સ્ટોક ખતમ

એક સમયે રાજ્યન ઘણા શહેરોમાં લોકો રસીકરણ લગાવતાં ખચકાતા હતા. એટલું જ નહી એક સમયે 45 વર્ષથી ઉપરના લોકોને જ વેક્સીન આપવામાં આવતી હતી. આ બંને કારણોથી રસીકરણ ખૂબ ધીમું હતું. પરંતુ હવે સ્થિતિ એવી છે કે રાજ્યના દરેક શહેરમાં રસીકરણ કેંદ્રો પર રસીની અછત જોવા મળી રહી છે. જેથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને ભરૂચ સહિતના દરેક શહેરોમાં કેંદ્રો પર લોકો રસી લગાવ્યા પરત ફરી રહ્યા છે. 
 
અમદાવાદ કોર્પોરેશને 21 જૂનથી દરરોજ એક લાખ લોકોને રસી લગાવવાનો દાવો કર્યો હતો. જોકે ફક્ત 6 દિવસમાં તેમના દાવાની હવા નિકળી ગઇ. અમદાવાદમં શનિવારે 10થી વધુ સ્થળો પર રસી ઉપલબ્ધ નથી. વરિષ્ઠ નાગરિકોને 84 દિવસ બાદ વેક્સીનની બીજો ડોઝ લેવા માટે આવ્યા હતા તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો. 
 
અમદાવાદના ધૂમા સ્વાસ્થ્ય કેંદ્ર પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી, પરંતુ વેક્સીન ન હોવાથી પ્રશાસને વેક્સીન ન હોવાના બોર્ડ લગાવી દીધો હતો. વડોદરામાં પણ એક સપ્તાહ પહેલાં 26 હજાર ડોઝની ફાળવણી કરી હતી. વડોદરાના ત્રણ દિવસથી 15 હજારથી ડોઝ આપવામાં આવી રહ્યો છે. શનિવારે કોવેક્સિન ફાળવણી કરવામાં આવ્યા હતા. 
 
સુરતમાં 5 દિવસમાં 80 હજાર ડોઝની જરૂર સામે ગત દિવસથી 25 હજાર રસી લગાવવામાં આવી રહી છે. 3 મહિના પહેલાં 50 હજાર લોકોને રસી લગાવવામાં આવતી હતી. હવે બીજા ડોઝ માટે રસી નથી. 
 
વડોદરાના પાદરાના રસીકરણ કેન્દ્ર પર હોબાળો જોવા મળ્યો હતો. વેક્સીનનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સીન ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ઘટના સ્થળે પાદરા પોલીસ પણ દોડી આવી હતી. સતત બે દિવસથી વેક્સીનેશન સેન્ટર પર મોટી ભીડ જામે છે. વહેલી સવારથી લોકો વેક્સીન મૂકાવવા માટે પહોંચે છે. સેન્ટર પર માત્ર ત્રણ લોકોનો જ સ્ટાફ હાજર હોય છે.
 
રાજકોટમાં દરરોજ દસ હજાર ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. જોકે દસ હજારના મુકાબલામાં બે હજાર ડોઝ માટે ફાળવણી કરવામાં આવી છે. જેથી 60 ટકા રસીકરણ કેંદ્રોને બંધ કરવા મજબૂર બન્યા છે. જૂનાગઢના કેશોદ સિવિલ હોસ્પિટલને પણ સંદેશ મળતાં જ 300 લોકો વેક્સીન લેવા આવતા હતા. પરંતુ લોકો નારાજ હતા કારણ કે વહિવટી તંત્ર પાસે 40 ડોઝ હતા.