શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:05 IST)

શહેરના તરૂણોએ ઉત્સાહભેર કોરોના રસીકરણ કરાવ્યું, શેર કર્યા પોતાના અનુભવ, કહ્યું 'હવે હું નિર્ભિકતાથી સ્કુલ જઇશ'

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ માન્યા પરમારે કહ્યું કે, “હવે હું નિર્ભિકપણે સ્કુલ જઇને અભ્યાસ કરીશ.” કોરોના સામે મને સુરક્ષા કવચ પ્રદાન થયું છે. વેક્સિન લેતી વખતે કે વેક્સિનેશન કરાવ્યા બાદ મને કોઇ પણ પ્રકારની પીડા કે આડઅસર વર્તાઇ નથી. વેક્સિનેસનના કારણે હવે ભય વિના હું સ્કુલ જઇને મારો અભ્યાસ કરી શકીશ.
 
સમગ્ર રાજ્યમાં 15 થી 18 ની વયના તરૂણોને કોરોના સામેનું સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણ મેગા ડ્રાઇવનો શુભારંભ કરવામાં આવ્યો છે.  આજે અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં શહેરના તરૂણોએ ઉત્સાહભેર કોરોનાની રસીનો ડોઝ લઇને સુરક્ષા કવચ ધારણ કર્યું હતુ. 
 
કોરોના રસીકરણ માટે આવતા બાળકોને સરળતાથી સત્વરે રસીકરણ મળી રહે તે માટેનું વ્યવસ્થાપન કિડની હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતુ. ઓન સાઇટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની સુવિધા પણ હોસ્પિટલ દ્વારા બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 
 
કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટક ડૉ. વિનીત મિશ્રાએ રસીકરણ માટે આવેલા બાળકોનો જુસ્સો વધારીને વધુમા વધુ બાળકોને રસીકરણની મેગા ડ્રાઇવમાં જોડાવવા માટે અનુરોધ કર્યો હતો.