શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By

ભારતીય ધ્વજ સંહિતા : રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં નિયમો

falg hoisting
રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વા સંહિતા 2002માં એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  ભારતીય ધ્વજ સંહિતા - 2002 ના રોજ 26 જાન્યુઆરી 2002થી લાગૂ કરવામાં આવી છે. 
 
ધ્વજ ફરકાવવાની યોગ્ય રીત :  - rule of flag hoisting in india
 
- જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે 
 
- સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે. 
 
- ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે. 
 
- જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે. 
 
- ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો 
 
- ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે. 
 
- કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ. 
 
- ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ. 
 
- જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.