સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

સનાતન ધર્મ - દ્રોપદીની સાડી આટ્લી લાંબી કેવી રીતે થઈ ?

ઘણા લોકો કહે છે કે ધ્રુતક્રીડા(જુગાર)માં દ્રોપદીને હાર્યા પછી જ્યારે એના ચીરહરણ થઈ રહ્યુ  હતુ , તે સમયે શ્રીકૃષ્ણ આવી ગયા અને તેમણે આ ઘટનાને રોકી દીધી . એણે કોઈ ચમત્કારથી આવું નહોતુ કર્યુ. પણ આવું કહેનારા ન તો શ્રીકૃષ્ણને ઓળખે છે કે ન તો મહાભારતને...  
 











મહાભારતમાં જુગારના સમયે યુદ્ધિષ્ઠિરે દ્રોપદીને દાવ પર લગાવી દીધી  અને દુર્યોધન તરફથી મામા શકુનીએ દ્રોપદીને જીતી લીધી  એ સમયે દુ:શાસન દ્રોપદીના વાળ પકડીને ખેંચીને  એને સભામાં લાવ્યો. 
 
જ્યારે ત્યાં દ્રોપદીનું  અપમાન થઈ રહ્યુ હતુ. ત્યારે ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય અને વિદુર જેવા ન્યાયકર્તા અને મહાન લોકો બેસ્યા પણ હતા પણ ત્યા બધા વડીલ દિગ્ગજ મોઢું નીચે કરી બેસી રહ્યા. આ બધાને એમના મૌન રહેવા બદલ દંડ પણ મળ્યો.  

પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે છેવટે દ્રોપદીની સાડી આટલી લાંબી કેવી રીતે થઈ કે એને ખેંચતા ખેંચતા દુ:શાસન થાકી ગયા. 

 
જોતા-જોતા દુર્યોધનના હુકમ  પર દુ:શાસને આખી સભા સામે દ્રોપદીની સાડી ઉતારવી  શરૂ કરી બધા મૌન બેસી  રહ્યા. પાંડવ પણ દ્રોપદીની લાજ બચાવવામાં અસમર્થ થઈ ગયા. ત્યારે દ્રોપદીએ આંખ બંધ  કરીને વાસુદેવ શ્રીકૃષ્ણનું  સ્મરણ કર્યુ.  
 
દ્રોપદીએ કહ્યું " હે ગોવિંદ આજે આસ્થા અને અનાસ્થા વચ્ચે જંગ છે. આજે મને જોવું છે કે ઈશ્વર છે કે નથી...... ત્યારે શ્રી હરિ શ્રીકૃષ્ણએ બધા સમક્ષ એક ચમત્કાર પ્રસ્તુત કર્યો  અને દ્રોપદીની સાડી ત્યા સુધી લંબાતી ગઈ જ્યા સુધી દુ:શાસન બેહોશ ન થઈ ગયો.  અને બધા ચોકી ગયા. બધાને સમજાય ગયુ કે આ ચમત્કાર છે. 

શ્રીકૃષ્ણ દ્વારા દ્રોપદીની લાજ બચાવાના બે કારણ હતા. પહેલુ  એ હતુ કે એ તેમની મિત્ર હતી અને બીજુ એ કે તેણે ઘણા પુણ્ય કાર્ય કર્યા હતા. 

 

પહેલુ  પુણ્ય કાર્ય એ  હતા કે એક વાર દ્રોપદી ગંગામાં સ્નાન કરી રહી હતી તે સમયે એક સાધુ ત્યાં સ્નાન કરવા આવ્યા. સ્નાન કરતા સમયે સાધુની લંગોટ પાણીમાં વહી ગઈ અને એ અવસ્થામાં એ બહાર કેવી રીતે આવે ? આ કારણે એ એક ઝાડ પાછળ સંતાયો ગયો . દ્રોપદીએ સાધુને આ અવસ્થામાં જોઈ પોતાની સાડીમાંથી લંગોટ જેટલું કાપડ ફાડીને એને આપી દીધું. સાધુએ પ્રસન્ન થઈને દ્રોપદીને આશીર્વાદ આપ્યા. 

બીજુ  પુણ્ય : એક બીજા કથન મુજબ  શ્રીકૃષ્ણ દ્વારા સુદર્શન ચક્રથી શિશુપાલના વધ કર્યો હતો. એ સમયે શ્રીકૃષ્ણની આંગળી પણ કપાઈ ગઈ હતી.  આંગળી કપાતા શ્રીકૃષ્ણનું  લોહી વહેવા માંડ્યુ. ત્યારે દ્રોપદીએ પોતાની સાડી ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી હતી. 
 
આ કર્મ પછી શ્રીકૃષ્ણે દ્રોપદીને  આશીર્વાદ આપીને કહ્યું હતું કે એક દિવસ તારી સાડીની કીમત જરૂર ચુકવીશ.. આ કર્મોના કારણે શ્રીકૃષ્ણએ દ્રૌપદીની સાડીને આ પુણ્યના બદલે વ્યાજ સહિત આટલી વધારીને પરત કરી અને દ્રૌપદીની લાજ બચી ગઈ.  
 
 
જય શ્રીકૃષ્ણ