ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Hindu Dharm - આ સમયે કરવામાં આવેલી Wish જરૂર થાય છે પૂરી

મનુષ્યન જીવનમાં ભલે કેટલી પણ સુખ સુવિદ્યાઓ મળી જાય પણ તેના જીવનની ઈચ્છાઓનો અંત ક્યારેય થઈ શકતો નથી. 
 
એક ઈચ્છા પૂરી થયા પછી તેનુ મન બીજી અભિલાષાઓની તરફ ભાગે છે. જેને પૂર્ણ કરવા માટે તે ઈશ્વરના દરવાજે નત મસ્તક થઈ જાય છે અને પોતાની ઈચ્છાઓને જલ્દી પૂર્ણ કરવા માટે મન્નત માંગે છે. 
 
માનતા(બાધા) સાથે જોડાયેલી એક એવી વાત છે જેને જાણવી દરેક કોઈ માટે જરૂરી પણ છે.  શાસ્ત્રો મુજબ એવુ માનવામાં આવે છે જ્યારે પણ કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે ઈશ્વરને તમે તમારી ઈચ્છા બતાવો છો તો તેને ત્યા સુધી અન્યને બતાવો જ્યા સુધી તે પૂર્ણ ન થઈ જાય. 
 
એવી માન્યતા છે કે જો કોઈ પોતાની ઈચ્છા પૂર્ણ થતા પહેલા જ તેને બધાને બતાવી દે તો તેમની ઈચ્છા અધૂરી રહી જાય છે. તેથી જેટલુ બની શકે મૌન જ રહો. 
 
આ સમયે માંગો ઈશ્વર પાસે ઈચ્છા 
 
સવારના સમયે મતલબ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાના સમયે સાચા અને સાફ દિલથી માંગેલી ઈચ્છા જરૂર પૂર્ણ હોય છે. 
 
ધ્યાન રાખો કે ક્યારેય કોઈ વ્યવસાયિક કાર્ય સાથે જોડાયેલી ઈચ્છા પૂરી થતા પહેલા કોઈ સામે જાહેર ન કરો. આવુ કરવાથી તે વચ્ચે જ અધૂરી રહી જાય છે.