ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 19 ઑગસ્ટ 2019 (17:04 IST)

આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી

તમને સાંભળવામાં જરૂઓર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે  12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનો મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું . આવો જાણીએ આખેર શા માટે કૃષ્ણજી અને રૂકમણીજીને 12 વર્ષ જુદા રહેવું પડ્યું હતું. 
 
આ છે પૌરાણિક કથા 
ભગવાન કૃષ્ણ અને રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાની પૌરાણિક કથા મુજબ ભગવાન કૃષ્ણ દર્વાસા ઋષિને તેમનો કુળગુરૂ માનતા હતા. લગ્ન પછી કૃષ્ણજી અને દેવી રૂકમણી તેમના મહલમાં આશીર્વાદ આપવા અને ભોજન કરવા માટે દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા ગયા હતા. 
દુર્વાસા ઋષિ મૂકી આ શરત 
દુર્વાસા ઋષિ ભગવાન કૃષ્ણનો આમંત્રણ સ્વીકાર તો કરી લીધું પણ તેણે આ શરત મૂકી કે દુર્વાસા ઋષિએ કહ્યું કે તમે યુગ્લ જે રથામાં આવ્યા છો હું તે રથથી નહી જઈશ. મારા માટે જુદો રથની વ્યવસ્થા કરવી. કૃષ્ણજી તેમના આ શર્તનો સમ્માન પૂર્વક સ્વીકાર કર્યો. 
 
આ રીતે બેસ્યા દુર્વાસા ઋષિ 
એકજ રથ હોવાના કારણે ભગવાન કૃષ્ણએ રથના બન્ને ઘોડા કાઢી દીધા અને તેની જગ્યા કૃષ્ણ અને રૂકમણી બન્ને દુર્વાસા ઋષિને બેસાડીને રથ ખેંચ્યો. રથ ખેંચતા- ખેંચતા રસ્તામાં રૂકમણીજીને તરસ લાગી ગઈ. 
 
આ રીત પ્રકટ કરી ગંગા 
કૃષ્ણજીએ રૂકમણીજીની તરસ બુઝાવવા માટે ધરતી પર પગનો અંગૂટો મારીને ગંગાજળ પ્રજટ કર્યો હતું. ગંગાના જળથી રૂકમણી અને કૃષ્ણની તરસ બુઝાવી લીધી પણ ઋષિને જળ માટે નહી પૂછ્યો. દંપત્તિના આ રીતના વ્યવહારથી ઋષિને ગુસ્સો આવ્યો. 
 
દીધો જુદા થવાનો શ્રાપ 
ગુસ્સામાં દુર્વાસા ઋષિએ ભગવાન કૃષ્ણ અને દેવી રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાનો શ્રાપ આપ્યો. સાથે જ કહ્યું કે જે જગ્યા ગંગા પ્રકટ કરી છે, ત્યાં સૂકો થઈ જશે. ત્યારબાદ બન્ને 12 વર્ષ જુદા રહ્યા, આથે જ દ્વારકાધીશ મંદિરમાં રૂકમણીજીની એક પણ મૂર્તિ નથી. 
 
તેથી કરાય છે દાન 
જ્યાં રૂકમણીજી રહી, ત્યાં તે 12 વર્ષ ભગવાન વિષ્ણુની કડી તપ્સ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈ વિષ્ણુ ભગવાનએ રૂકમણીજીને શ્રાપ મુક્ત કર્યો હતો. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે અહીં પાણીનો દાન કરાય છે.