સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

જ્યારે ઘરમાં નવી વહુ આવે તો આ વાતોનું ધ્યાન રાખો આ 10 વાત .....

નવી વહુની સાથે એવું વ્યવહાર હોવું જોઈએ કે તેનો મન ઓછા સમયમા જ પતિ અને ઘર અને પરિવારને અપનાવી લે. ભાગવતના એક પ્રસંગથી આ વાતને સમજી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીને હરણ કરીને લઈ ગયા હતા.  રૂકમણીના ભાઈ રૂકમીએ તેનો પાછો કર્યા અને શ્રીકૃષ્ણને યુદ્ધ માટે આમંત્રિત કર્યા. ભગવાન શ્રીકૃષ્ણે  અને રૂકમી વચ્ચે જોરદાર યુદ્ધ થયું અને શ્રીકૃષ્ણે તેને પરાજિત કરી દીધું. 
 
જ્યારે ભગવાન રૂકમીને મારવા લાગ્યા ત્યારે રૂકમણીએ તેને રોકી દીધું. ભાઈની જાન બચાવી લીધી. તોય પણ શ્રીકૃષ્ણએ તેને અડધો ગંજો અને અડધી મૂંછ કાપી કુરૂપ કરી દીધું. રૂકમણી તેની પર કઈક નહી બોલી. એ ઉદાસ થઈ ગઈ. બલરામએ રૂકમિણીના મનના ભાવ સમજી ગયા.

 તેને શ્રીકૃષ્ણને સમજાયું કે રૂકમી  સાથે આવું વ્યવહાર નહી કરવું હતું. એ તેમની પત્નીના ભાઈ છે. પરિજન છે. બલરામએ રૂકમિણીથી હાથ જોડીને માફી માંગી. તેને રૂકમિણીથી કીધું કે તમારું ભાઈ અમારા માટે આદરણીય છે અને શ્રીકૃષ્ણ દ્વારા કરેલ વ્યવહાર માટે હું માફી માંગું છું. તમે  તે વાત માટે તમારું મન મેલા ના કરવું. આ પરિવાર હવે તમારું પણ છે. તેને પરાયું ના સમજવું. તમારા ભાઈની સાથે થયા દુર્વવ્યવ્હાર માટે હું તમારાથી માફી માંગું છું. 
 
આ વાતથી રૂકમણીની ઉદાસી જતી રહે છે. એ યદુવંશમાં ઘુલીમળીને  રહેવા લાગી અને તે પરિવારને અપનાવી લીધું. નવી વહુને જવાબદારી આપો પણ તેનાથી માત્ર અપેક્ષા ન રાખવી, તેને માન-સન્માન અને અપનાપન પણ જોવાવવું. નવી વહુના આવતા જ તેમના ઘરના અનુશાસનમાં પણ થોડું ફેરફાર કરો. જેનાથી એ પોતાને એ વાતાવરણમાં ઢાળી શકે.