શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 9 જૂન 2023 (17:21 IST)

Jaya Parvati Vrat 2023 - જયા પાર્વતી વ્રત કઈ તારીખે છે

jaya parvati vrat 2023
Jaya Parvati Vrat 2023 – જયા પાર્વતી વ્રત (Jaya Parvati Vrat) આ વ્રતને ગોરો એટલે મોળાકત કે અલુણા વ્રત તરીકે પણ ઓળખાય છે. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ વખતે 2023 ત્રયોદશીનો દિવસ એટલે કે 1 જુલાઈ 2023 શનિવાર થી આ વ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે. 
 
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રત કરવા નું હોય છે. આ બન્ને વ્રત માં મોળું જમવાનું હોય છે.
 
આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે. બાળકોની સુખાકારી વધે છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.  શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે, આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ  અને વધુમાં વધુ વીસ વર્ષ  સુધી કરે છે.
 
આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી 'જય જય ગિરીબર રાજ કિશોરી' પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.
Edited By-Monica sahu