ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમબેંગ ખાતે યોજાઇ રહેલી એશિયન ગેમ્સમાં આ વખતે સૌપ્રથમ વાર ઈ-સ્પોર્ટ્સ (ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ-સ્પોર્ટ્સની 'હાર્ટસ્ટોન' નામની રમતમાં ભૂજના તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો છે.એશિયન ગેમ્સની ઈ-સ્પોર્ટ્સમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ છે. આ વખતની એશિયન ગેમ્સમાં ગુજરાતી પ્લેયર્સનો દબદબો જોવા મળ્યો છે. જેમાં સરિતા ગાયેકવાડે એથ્લેટિક્સ, અંકિતા રૈનાએ ટેનિસ જ્યારે હરમીત દેસાઇ, માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં ભારતને મેડલ અપાવ્યો હતો.
ભારતના આ મેડાલિસ્ટની યાદીમાં હવે ૨૩ વર્ષીય તીર્થ મહેતાનો પણ સમાવેશ થઇ ગયો છે. શુક્રવારે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં તીર્થ મહેતાએ વિયેતનામના ટુઆનને ૩-૨થી પરાજય આપ્યો હતો. અગાઉ હાર્ટસ્ટોનની પ્રથમ રાઉન્ડની મેચમાં તીર્થે જાપાનના એકાસાકા તેત્સુરોને ૩-૨થી પરાજય આપી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. સેમિફાઇનલમાં હોંગકોંગના ખેલાડી લો સેઝ કિન સામે તેનો ૨-૨થી પરાજય થયો હતો. આમ, હવે મેડલ માટે સઘળો મદાર