શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: જાકાર્તા. , શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (12:42 IST)

Asian Games 2018 : બ્રિજમાં મળ્યો ભારતને 15મો ગોલ્ડ

ભારત ઈંડોનેશિયાની રાજધાને જકાર્તામાં ચાલી રહેલ 18માં એશિયાઈ રમતના 14માં દિવસે ભારત રમતમાં નવો ઈતિહાસ રચ્યો છે.  પહેલા બોક્સર અમિત પંચાલ અને પછી બ્રિઝમાં ભારતે સોના પર કબજો જમાવતા સુવર્ણ પદકોની સંખ્યા 15 કરી દીધી છે. 
 
રાષ્ટ્રમંડળ રમતના રજત પદક વિજેતા અમિતે 49 કિગ્રાના ફાઈનલમાં રિયો ઓલિંપિક 2016ના સુવર્ણ પદક વિજેતા ઉજ્બેકિસ્તાનના હસનબૉય દસામાટોવ 3-2થી હરાવ્યા.  અને આ સાથે જ  ભારતે એશિયાઈ રમતના લગભગ 67 વર્ષમાં નવો ઈતિહાસ રચતા પોતાના સર્વકાલિક સર્વશ્રેષ્ઠ પ્રદર્શને પાછળ છોડી દીધો. 
 
કુલ મળીને  આ ભારતનો 66મો પદક છે. આ પહેલા ભારતે વર્ષ 2010માં ચીનના ગુંઆંગજૂમાં થયેલ સંસ્કરણમાં સૌથી વધુ 65 પદક જીત્યા હતા.  આ પહેલા ભારતે જુડોમાં સારી શરૂઆત કરી પણ પછી તે ગુમાવી દીધી. જુડોમાં નેપાળને હરાવ્યા પછી ભારત અંતિમ આઠમાં કજાખસ્તાનના હાથે હારી ગયુ  તો બીજી બાજુ નૌકાયાનના ફાઈનલમાં પણ પ્રકાંત શર્મા અને જેમ્સબૉય સિંહે પણ નિરાશ કર્યા અને બંને નવમાં સ્થાન પર રહ્યા.