શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : બુધવાર, 11 જૂન 2014 (18:16 IST)

FIFA World Cup - આ વર્લ્ડકપમાં રમનારા ટોપ ગોલ સ્કોરર

1. મિરોસ્લાવ ક્લોઝ -  (જર્મની) ગોલની સંખ્યા - 69 
 
ક્લોઝે જ્યારે જર્મનીની અર્મેનિયા પર 6-1થી જીતમાં ચોથો ગોલ બનાવ્યો ત્યારે તે ગર્ડ મુલરને પાછળ છોડીને જર્મની માટે સૌથી વધુ ગોલ બનાવનારા ખેલાડી બની ગયા. મિરોસ્લોવના નામે 69 ગોલ નોંધાયેલ છે. મિરસ્લોવ 14 ગોલ સાથે વર્તમાન ખેલાડીઓમાં વિશ્વકપમાં સૌથી વધુ ગોલ મારનારો ખેલાડી છે. તે બ્રાઝીલના રોનાલ્ડો કરતા માત્ર એક ગોલ પાછળ છે.  
 


 જાણો કોણ છે નંબર 2 પર આગળ 

 


2. દીદીએર દગોગ્બા (આઈવરી કોસ્ટ) : ગોલની સંખ્યા 65 

 
વર્ષ 2012માં ચેલ્સીના માટે ચેમ્પિયંસ લીગ જીતનારી ટીમના દગોગ્બાના નામે 101 મેચોમાં 65 ગોલ નોંધાયેલ છે. એ આઈવરી કોસ્ટ માટે સૌથી વધુ ગોલ બનાવનારો ખેલાડી છે.  જ્યારે કે પોતાની નેશનલ ટીમ માટે સૌથી વધુ ગોલ બનાવનારો ખેલાડીઓની યાદીમાં તે 14માં નંબર પર છે.  અમને આશા છે કે આ 36 વર્ષીય ખેલાડી આ વિશ્વકપમાં પોતાના ગોલની સંખ્યામાં વધારો કરશે. 
 
જાણો કોણ છે નંબર 3 પર આગળ  
 

3. ડેવિડ વિલા (સ્પેન) ગોલની સંખ્યા - 56 
fifa w
 
બાર્સીલોનાના આ પૂર્વ સ્ટ્રાઈકર અને એટલેટિકો મૈડ્રિડના આ ખેલાડીનુ નામ સ્પેનની જર્સીમાં 56 ગોલ નોંધાયેલ છે. વર્ષ 2010 ના વર્લ્ડ કપમાં વિલાના સ્પેનના ચેમ્પિયન બનવાની યાત્રામાં બનાવેલ કુલ 8 માંથી 5 ગોલ કર્યા હતા. તે આ વિશ્વકપમાં પણ કોચ વિસેટ ડેલ બોસ્કનો સૌથી મુખ્ય હથિયાર રહેશે.  
 
જાણો કોણ છે નંબર 4 પર આગળ 

4. સૈમુઅલ એટો (કૈમરૂન)ગોલની સંખ્યા - 56 

 
કૈમરૂનના આ સ્ટ્રાઈકરે ડેવિડ વિલાના બરાબર જ 56 ગોલ બનાવ્યા છે. પણ દરેક મેચમાં બનાવેલ ગોલના સરેરાશના હિસાબથી વિલા તેમનાથી સરા છે. સૈમુઅલ ત્રણ વાર ચેપિયંસ લીગ જીતનારી ટીમના સભ્ય છે. જો કૈમરૂનને આ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધવુ છે તો સૈમુઅલે પોતાનુ કરતબ બતાડવુ જ પડશે. 
 
જાણો કોણ છે નંબર 5 પર આગળ  


5. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પુર્તગાલ) - ગોલની સંખ્યા 49 

 
ફીફા દ્વરા સર્વશ્રેષ્ઠ ફુટબોલર પસંદ પામેલા આ રોનાલ્ડોએ અત્યાર સુધી પુર્તગાલ માટે 49 ગોલ બનાવ્યા છે. તે રીયાલ મૈડ્રિડના આ પુર્ણ સીઝનમા જોરદાર ફોર્મમાં રહ્યા છે. જો કે તેઓ સાધારણ ઘાયલ થવાથી તેમન થોડો પરિશ્રમ કરવો પડ્યો. પણ આશા છે કે વર્લ્ડ કપ 16 જૂનના રોજ જર્મની વિરુદ્ધ પુર્તગાલની પ્રથમ મેચમા તે પોતાના અસલી રંગમાં જોવા મળશે.