શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 એપ્રિલ 2018 (17:49 IST)

કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના આ ગુજ્જુએ ગોલ્ડ મેડલ મેળવ્યો

કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈ અને તેની ટીમે ડબલ્સની મેચમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જેથી હરમીતના ઘરે સુરતમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. અને મિઠાઈની વહેંચણી કરવામાં આવી હતી. ગોલ્ડ કોસ્ટમાં સિંગાપોરને હરાવીને ફાઈનલમાં પહોંચેલા હરમીત અને જી. સાથીયાન અને શરથ કમલની જોડીએ ફાઈનલમાં નાઈઝીરીયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અને 3-0થી ફાઈનલ જીતીને ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. સમગ્ર મેચ હરમીતના માતા પિતા અને પરિવારજનો સહિત સંબંધીઓ અને ટેબલ ટેનિસના રસીયાઓએ સાથે મળીને જોઈ હતી.  કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ વિજેતા હરમીતના મમ્મી અર્ચનાબેનેએ જણાવ્યું હતું કે, હરમીતના પિતા રાજુલને પહેલેથી સ્પોર્ટસમાં રસ, એટલે હરમીત ૬ વર્ષનો હતો ત્યારથી જ ટેબલ ટેનિસ રમવા માંડયો હતો.પછી તો દિવસો અને વર્ષો ટીટીને સમર્પિ‌ત કરી દીધાં હતાં. આજે હરમીતે ગોલ્ડ મેડલ જીતીને રાજ્યની સાથે દેશનું પણ નામ કોમનવેલ્થમાં રોશન કર્યું છે. જેનો આનંદ ન વ્યક્ત કરી શકાય તેવો હોવાનું તેણીએ વધુમાં કહ્યું હતું.  અત્યાર સુધીમાં ૧પ૦થી વધુ મેડલ તેણે મેળવ્યા છે.