1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 6 ઑક્ટોબર 2016 (13:35 IST)

મૈરીકૉમે બાળકોને લખ્યો પત્ર - કહ્યુ તમારી મા સાથે પણ થઈ હતી છેડછાડ

બોક્સર અને રાજ્યસભા સાંસદ મેરીકોમે દુષ્કર્મ જેવા મુદ્દાને સમજાવવા માટે પોતાના બાળકોના નામે એક ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં લખ્યુ છે કે તમે હજુ નાના છો પણ અત્યારથી જ જાણી લો કે રેપ શુ હોય છે કારણ કે તમારી મા સાથે પણ છેડછાડ થઈ છે. 

તેમણે લેટરમાં લખ્યુ કે તેમની માતા પણ છેડછાડનો ભોગ બની છે. તે પણ 3-3 વાર. હુ 17 વર્ષની હતી. ત્યારે મણિપુરમાં મારી સાથે છેડછાડ થઈ હતી.  પછી મારા મિત્રો સાથે દિલ્હી અને હરિયાણામાં પણ મારી આનો સામનો કરવો પડ્યો. મેરી કોમે લખ્યુ આ ખૂબ ચોંકાવનારી વાત છે.  સવારના સાઢા 8 વાગ્યા હતા.  હુ રિક્ષામાં ટ્રેનિંગ માટે જઈ રહી હતી. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ મારા પર હુમલો કર્યો. તેણે મારી છાતી પર હાથ લગાવ્યો. મને ગુસ્સો આવ્યો. મે ચપ્પલ હાથમાં લઈને તેનો પીછો કર્યો. પણ તે ભાગી ગયો. 
 
તેણે લખ્યુ 'અફસોસ છે કે એ સમયે કરાટેની ટ્રેનિંગ પણ  મારા કામ ન આવી શકી.' 
 
એક સ્ત્રીના રૂપમાં પણ મારુ એટલુ જ સન્માન થાય - મૈરી કૉમ 
 
હવે હુ 33 વર્ષની છુ. લોકો એક મેડલિસ્ટના રૂપમાં મારા વખાણ કરે છે. પણ હુ ઈચ્છુ છુ કે એક સ્ત્રીના રૂપમાં પણ મારુ એટલુ જ સન્માન થાય.' તેણે લખ્યુ કોઈ માણસ માટે અમે નાટી અને ચપટી છીએ. જેને ચિંકી કહીને બોલાવે છે. કોઈ માટે અમારુ શરીર જ બધુ જ છે.' 
 
યૌન હુમલાને લઈને લોકોને જાગૃત કરીશ 
મૈરી કૉમે લેટરમાં લખ્યુ 'મારા પ્યારા બાળકો.. યાદ રાખજો તમારી જેમ અમારી પાસે પણ બે આંખો અને એક નાક છે. બસ અમારા શરીરના કેટલાક ભાગ તમારાથી જુદા છે.  બસ આટલો જ ફરક છે.  તમારી-અમારી વચ્ચે. એ મહત્વનુ નથી કે મહિલાઓ શુ પહેરે છે અને ક્યારે ઘરમાંથી નીકળે છે કારણ કે દુનિયા એટલી જ સ્ત્રીઓની છે જેટલી પુરૂષોની. મૈરી કોમે લખ્યુ રોડ પર ચાલનારો દરેક વ્યક્તિ મને ઓળખી શકતો નથી. જેવા ધોની અને વિરાટને ઓળખે છે.  પણ હુ એ પણ ડિઝર્વ નથી કરતી કે કોઈ મને ચિંકી કહે.  હુ યૌન હુમલાને લઈને લોકોને જાગૃત કરીશ.