શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 28 માર્ચ 2015 (17:53 IST)

સાઈનાએ રચ્યો ઈતિહાસ - બેડમિંટનમાં વર્લ્ડ નંબર વન બનનારી પ્રથમ ભારતીય ખેલાડી

ભારતની સાઈના નેહવાલે ઈતિહાસ બનાવી દીધો છે. બેડમિંટન ઈતિહાસમાં તે પ્રથમ નંબર પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ઈંડિયન ઓપનના બીજા સેમીફાઈનલ હરીફાઈમાં કૈરોલીન મારીનના હારવાથી સાઈનાને ફાયદો થયો અને તે પહેલીવાર બેડમિંટનની ટોચ રેકિંગ પર પહોંચી ગઈ.  
 
આ પહેલા વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનારી સાઈના માટે શિખર સુધી પહોંચવાનુ સફર સહેલુ નહોતુ. 2012થી લઈને 2014 સુધી સાઈનાને અનેકવાર નિરાશા હાથ લાગી. હારની આ પ્રક્રિયા 2014માં ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સીરીજ ખિતાબ જીતીને તોડ્યો.  
 
વર્ષ 2014માં સાયનાએ પોતાના કોચ ગોપીચંદનો પણ સાથે છોડ્યો જેનાથી તે ખૂબ ચર્ચામાં આવી. પણ બેંગલુરૂના વિમલ કુમારને કોચ બનાવવાનો તેમનો નિર્ણય રંગ લાવ્યો. એ જ વર્ષના અંતમાં તેણે ચાઈના ઓપન સુપર શ્રેણીનો ખિતાબ જીતીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા.  
 
બીજી બાજુ આ વર્ષની શરૂઆતમાં તેણે વર્લ્ડ ચેમ્પિયન કૈરોલીન મારીનને હરાવીને સૈયદ મોદી ગ્રાં પ્રી. ટૂર્નામેંટ પોતાને નામે કરી. ઈગ્લેંડ ઓપનના ફાઈનલ સુધી પહોંચી અને હવે બેટમિંટનની ટોચની ખેલાડી બની ગઈ છે.