સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: સોમવાર, 25 જૂન 2018 (10:57 IST)

19 વર્ષની ઉંમરે આ અભિનેતા સુપરહિટ ફિલ્મ કરી હતી, ફ્લોપ કરિયર હોવા છતાં જીવે છે શાહી જીવન

બૉલીવુડ અભિનેતા આફતાબ શિવદાસાનીનો જન્મ 25 મી જૂન, 1978 મુંબઈમાં થયો હતો. બૉલીવુડમાં બાળ કલાકાર તરીકે આફતાબની શરૂઆત હતી. પહેલીવાર તેને બેબી ફૂડના એક બ્રાંડ એડમાં માત્ર 14 વર્ષની ઉંમરે પસંદગી કરવામાં આવી હતી. આ પછી આફતાબએ કેટલીક એડ ફિલ્મોમાં કામ કર્યું હતું.
 
ફિલ્મની વાત કરીએ તો, પ્રથમ આફતાબ અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા' માં દેખાયા હતા. ત્યાર બાદ તેમણે ફિલ્મ 'શહનશાહ' માં અમિતાબ બચ્ચનના બાળપણ ભૂમિકા ભજવી હતી. તેમણે એમ પણ જેમ કે ' અવ્વલ નંબર', 'ચાલબાજ' અને 'ઈંસાનિયત ' જેવી ફિલ્મોમાં દેખાયા હતા.
 
1999 માં આફતાબ શિવદાસાની રામ ગોપાલ વર્માની ફિલ્મ  'મસ્ત' થી ડેબ્યૂ કર્યું હતું ત્યારે એ માત્ર 19 વર્ષના હતા. આમાં તેમની અપોજિટ ઉર્મિલા માતોડકર હતી. ફિલ્મ હિટ રહી, જે પછે તેને બેસ્ટ મેલ ડેબ્યૂ અને મોસ્ટ પ્રામિસિંગ ન્યૂકમર જેવી ઘણા અવાર્ડ મળ્યા. 
 
મસ્ત, કસૂર અને કંગામા જેવી ફિલ્મોને છોડીએ તો આફતાબ વધારે આકર્ષક કમાલ નહી કર્યું. આ ફિલ્મોમાં આફતાબ સોલો રોલમાં નથી. ત્યાર બાદ તેમણે  "લવ કે લિયે કુછ ભી કરેગા" "પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત" "કોઈ મેરે દિલ સે પૂછે" "આવાર પાગલ દિવાના" ફિલ્મોમાં કામ કર્યું. 
 
આફતાબ ફિલ્મો એક પછી એક ફ્લોપ બન્યા, તેમણે કોમેડી ફિલ્મોનો સહારો લીધેધો . તેમ છતાં આફતાબનો ફિલ્મી કરિયર કઈક ખાસ નહી રહ્યું. પણ પ્રોડકશન  હાઉસ અને બીજા ઈવેંટસથી એ  3 વાર્ષિક કમાઇ કરે છે. અહેવાલો અનુસાર, તેમની સંપત્તિ કુલ 51 કરોડ જેટલી છે.