સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 જૂન 2020 (17:40 IST)

સુરતની શાળાઓનું વાલીઓ ઉપર ફી ભરવા દબાણ, ફરિયાદો છતાં કાર્યવાહી નહીં

કોરોના વાયરસ લોકડાઉન ખુલતાની સાથે જ સુરતની મોટાભાગની સ્કૂલો દ્વારા ફરીથી ફી મુદ્દે વાલીઓ ઉપર જે રીતે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે એ રીતે સુરતમાં વાલીઓ સતત વિરોધ કરી રહ્યા છે. આર્થિક સંકડામણના સમયમાં સરકાર દ્વારા સ્કૂલોને ફી અંગે કોઈ દબાણ ન કરવાના સૂચન કરવામાં આવ્યું છે. જોકે, સરકારની સૂચનાઓ છતાં શાળાઓ દ્વારા સતત દબાણ કરતા સુરતમાં વાલીઓ સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે અનેક જગ્યાએ ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી. કોરોના વાયરસના સંક્રમણ અટકાવ માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. જોકે લોકડાઉના કારણે લોકો વેપાર ઉધોગ બંધ હોવાને લઈએં લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી ગઈ છે. ત્યારે લોકડાઉન છુટછટો આપતાની સાથે સુરતમાં સ્કૂલ દ્વારા વાલીઓ પર ફરી મુદ્દે સતત પ્રેસર કરવામાં આવી રહ્યું છે. જોકે લોકોના બે મહિના વેપાર ઉધોગ બંધ હોવાને લઇને સરકાર દ્વારા પણ દબાણ નહીં કરવામાં આદેશ વચ્ચે સુરતની સ્કૂલ દ્વારા અનેક રીતે ફરી વસૂલવામાં આવી રહી છે. વાલીઓ સતત વિરોધ કરી રહ્યા છે કેટલીક શાળા ઓનલાઇન અભ્યાસને લઈને ફી માંગી રહી છે.  હજી તો સત્રુ શરુ નથી થયું ત્યારે પુસ્તકો ખરીદવા સાથે જો પુસ્તકો જોઈતા હોય તો ફીના નામે સતત દબાણ કરવાની અનેક ફરિયાદ સામે આવતા વાલીઓ દ્વારા બનાવામાં આવેલા વાલી મંડળ દ્વારા સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી એઆરસી અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકરને સતત ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી નહીં. આ વાલીઓ આવી શાળા સામે લડત કરવાના મૂડમાં છે કારણકે લોકડાઉનને લઈને લોકોની આવક બંધ છે. છતાંય પોતાની આવક અને શિક્ષકો પગારના નામે જે રીતે દબાણ કરી રહ્યા છે.