શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

સ્ટ્રોબેરી આલ્મંડ કેક

P.R
સામગ્રી - 1 કપ બટર, 1 કપ ખાંડ, 4 ઈંડા, એક ચમચી બેકિંગ પાવડર, 3 કપ મેંદો, 1 કપ બદામની સ્લાઇસ, 2 ચમચી સંતરાની છાલ, મીઠું.

ટોપિંગ માટે - ફેંટેલુ ક્રીમ , સ્ટ્રોબેરી સ્લાઇસ, બદામ.

બનાવવાની રીત -એક વાટકામાં બટર અને ખાંડ ફેંટો. જ્યારે ખાંડ સારી રીતે મિક્સ થઇ જાય એટલે તેને બાજુમાં મૂકી દો. હવે ઈંડા, મીઠું, બેકિંગ પાવડર, સંતરાની છાલ લઇને એક સાથે મિક્સ કરો અને તેમાં બટર તેમજ ખાંડવાળી પેસ્ટ પણ નાંખો. ત્યારબાદ એ જ વાટકામાં મેંદો મિક્સ કરી તેને સ્મૂથ કરી દો. હવે કેક બનાવવાનું વાસણ લો અને તેમાં બટર લગાવો તેમજ તેની ઉપર મેંદાનું તૈયાર મિશ્રણ ફેલાવી દો.

ત્યારપછી કેકના મિશ્રણ પર બદામ ગાર્નિશ કરો અને તેને 350 ડિગ્રી પર 20-25 મિનિટ સુધી ઓવનમાં મૂકી દો. જ્યારે આ કેક તૈયાર થઇ જાય એટલે તેને ઠંડી કરો અને તેને ઉપરથી ક્રીમ અને સ્ટ્રોબેરી સ્લાઇસથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સ્વીટ કેક.