ઉનાળાની યમી વાનગી મેંગો કસ્ટર્ડ

mango magic
સામગ્રી - 2 કપ પાકી કેરી, 1 કપ દૂધ, 1ચમચી કોકોનટ એક્સટ્રેક્ટ, 3-4 ચમચી ખાંડ, 1/4 કપ કોર્નસ્ટાર્ચ પાવડર, દ્રાક્ષ, 3-4 કેરીની સ્લાઇસ, ગાર્નિશિંગ માટે 6 ચેરી.

બનાવવાની રીત - સૌથી પહેલા કેરી કાપી લો અને મિક્સરમાં કેરી તથા એક્સટ્રેક્ટને મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લો. એક કઢાઈમાં દૂધ, કોર્નસ્ટાર્ચ અને ખાંડ ત્યાંસુધી હલાવતા રહો જ્યાંસુધી તે પરસ્પર સારી રીતે મિક્સ ન થઇ જાય. હવે કઢાઈમાં તૈયાર કરવામાં આવેલી કેરીની પેસ્ટ નાંખો અને 2-4 મિનિટ સુધી રાંધો. હવે તેમાં દ્રાક્ષ નાંખી ગેસની આંચ બંધ કરી દો. આ મિશ્રણને કોઇ બાઉલમાં કાઢીને ફ્રીઝમાં 2-4 કલાક માટે મૂકી દો. તૈયાર છે તમારું મેન્ગો કસ્ટર્ડ. સર્વ કરતા પહેલા તેને કેરીની સ્લાઇલ અને ચેરીથી ગાર્નિશ કરો.


આ પણ વાંચો :