કાજૂ પનીરના બેક્ડ લાડુ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - કાજૂ 100 ગ્રામ, પનીર 100 ગ્રામ, માવો 300 ગ્રામ, દળેલી ખાંડ 200 ગ્રામ, 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર, કેસર, ચાંદીનુ વર્ક, કાગળની વાડકી.

બનાવવાની રીત - પનીરને છીણી લો અને ઓવનમાં બ્રાઉન થતા સુધી બેક કરો. કાજૂના ટુકડાઓને પણ બેક કરો. કેસર, ગુલાબજળમાં ઓગાળી લો. બેક્ડ પનીરમાં કેસર મિક્સ કરી લો. પનીર પીળુ થઈ જશે. કાજૂના ટુકડા પનીરમાં મિક્સ કરી લો. માવામાં ખાંડ અને ઈલાયચી મિક્સ કરો. પનીરના 10-12 બોલ બનાવી લો અને માવાના 10-12 બો બનાવી લો. માવાનો બોલ હાથ પર મુકો અને તેના પર પનીર કાજુ બોલ મુકીને તેને બંધ કરી દો લાડુને ચાંદીન અવર્ક અને કેસરથી સજાવીને કાગળની વાડકીમાં મુકો. તૈયાર છે ગણપતિ બાપ્પાનો પ્રસાદ.


આ પણ વાંચો :