મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ખજૂરના લાડુ

W.D
સામગ્રી - 500 ગ્રામ ખજૂર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજૂ, 50 ગ્રામ અખરોટ, 50 ગ્રામ મગજતરી, 50 ગ્રામ પિસ્તા, 20 ગ્રામ ખસખસ, 5 સૂકા અંજીર, 100ગ્રામ ગુંદર, 50 ગ્રામ ઘી.

બનાવવાની રીત - ખજૂરના બીજ કાઢી લો. ગુંદરને તળીને ઝીણો ચૂરો કરી લો. પેનમાં 2 ચમચી ઘી નાખીને બાકી બધી સામગ્રી સેકી લો અને મિક્સરમાં કકરુ દળી લો.

હવે પેનમાં ઘી નાખીને ખજૂરને બરાબર મિક્સ થતા સુધી સેકો. ત્યારબાદ ખજૂરમાં કકરી વાટેલી સામગ્રી મિક્સ કરી એકસાર કરી લો અને લાડુ બનાવી લો.

આ લાડુ ખાસ કરીને ઠંડીની ઋતુમાં વિશેષ કરીને બનાવવામાં આવે છે. આને 20-25 દિવસ સુધી રાખી શકો છો.