ચોકલેટ આઈસ્ક્રીમ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - દૂધ 1 લીટર, કોર્નફ્લોર - એક ચમચી, ખાંડ 200ગ્રામ, ક્રીમ 3 કપ, 1 ટેબલ સ્પૂન ડ્રિંકિગ ચોકલેટ પાઉડર, 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 4 તીપા ચોકલેટ એસેંસ અથવા વેનિલા એસેંસ, કાજુ બદામ પિસ્તાની કતરન.

બનાવવાની રીત - દૂધને તાપ પર મુકકો. અડધો કપ દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરીને દૂધ ઉકળે ત્યારે તેમાં નાખી દો. હવે દૂધમાં ખાંડ મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થયા પછી તેમાં ક્રીમ, ચોકલેટ પાવડર, કોકો પાવડર, મિલ્ક પાવડર અને એસેંસ નાખી મિક્સરમાં ક્રશ કરી લો. એક એલ્યુમિનિયમ ટિનમાં ભરી ફ્રિઝરમાં મુકી દો. જામી જાય ત્યારે ફરી મિક્સરમાં ક્રશ કરો જેથી અંદર બરફના કણ ન રહે, હવે તેની પર સુકામેવાની કતરન ભભરાવી ફરીથી જામવા મુકો. જામી જાય એટલ બહાર કાઢી, પાંચેક મિનિટ રાખીને સર્વ કરો.


આ પણ વાંચો :