શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

બંગાળી ડિશ - પિસ્તા સંદેશ

P.R
સામગ્રી - દળેલી ખાંડ, 12 ચમચી પિસ્તા પાવડર, 1 લીટર ગાયનું દૂધ, 10 આખા પિસ્તા, 1/4 સાઇટ્રિક્સ એસિડ

બનાવવાંવી રીત- દૂધને ગરમ કરો. તેમાં ધીમે-ધીમે સાઇડ્રિક એસિડ નાંખી ત્યાંસુધી રાંધો ગરમ કરો જ્યાંસુધી તે ફાટી ન જાય. હવે તેમાંથી તૈયાર થયેલા પનીરને સાફ કપડામાં બાંધી દો અને ઠંડુ થવા દો. એક વાસણમાં પનીર અને ખાંડને એકસાથે મિક્સ કરી 4-5 મિનિટ સુધી રાખો. ધ્યાન રાખજો કે પનીરનો રંગ બદલાય નહીં. પછી આ મિશ્રણને એક મિક્સરમાં ગ્રાઇન્ડ કરો અને એ પણ પાણી મિક્સ કર્યા વગર. હવે તેમાં પિસ્તાનો પાવડર નાંખો અને તેને નાના-નાના ભાગમાં વહેંચી લો. ઉપરથી પિસ્તા વડે ગાર્નિશ કરો. તૈયાર છે તમારી પિસ્તા સંદેશ મીઠાઈ.