બનાવવાની રીત - એક જાડા તળિયાની તપેલી લઈને તેમાં અડધો લીટર દૂધ નાખો. દૂધને સતત ઉકાળતા રહો. મલાઈને એક બાજુ તારવો. દૂધમાં ખાંડ નાખેને હલાવો. ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે તેને બીજા પાત્રમાં કાઢી લો. હવે બાકીના દૂધને ઉકાળી ઉપર મુજબ તૈયાર કરો. જરૂર હોય તો ખાંડ ઉમેરો. હવે આમાં ઈલાયચી પાવડર અને સુકોમેવો નાખી હલાવો. બાસુંદીમાં દ્રાક્ષ નાખવાથી અંગુરી બાસુંદી તૈયાર થશે.