શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By કલ્યાણી દેશમુખ|

મીઠી ફરસી પુરી

સામગ્રી : ૨પ૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ ઘી મોણ માટે, તળવા માટે ઘી, પ૦૦ ગ્રામ ખાંડ.

રીત : સૌ પ્રથમ મેંદામાં ૧૦૦ ગ્રામ ઘી નું મોણ નાખી અડધો કલાક માટે રહેવા દો, પાણીથી તેનો મિડિયમ લોટ બાંધી લો. આ લોટને સારી રીતે મસળી તેના પાંચ થી છ મોટા લુઆ પાડી લો, હવે એક લુઆ ને લઈ ને તેની મોટી રોટલી વણી લો, તેમાં વેલણની મદદ થી ખાડા કરીને તેમા ઘી લગાવી ઉપરથી મેંદાને ભભરાવવી તેનો રોલ કરીને ગોલ ગોલ કાપીને ઢાંકી દો, આવી રીતે પ્રત્યેક લુઆ ને કાપી લો, આ લુઆ ને એવી રીતે વણીને પૂરી બનાવો કે ઉપર રોલ કરેલો ભાગ આવે, દરેકની નાની નાની પુરી વણીને ઘીમાં ધીમા તાપે તળી લો, તળ્યાં પછી દરેકનાં પડ ઉપસી આવશે. આ પુરી ને એક એક કરીને બે તારી ચાસણીમાં નાંખીને કાઢી લો. ઠંડી થયા પછી સર્વ કરો.