શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ વાનગી મેંગો બરફી

P.R
સામગ્રી : 170 ગ્રામ દૂધનો માવો, 200 ગ્રામ તાજી કેરીનો પલ્પ, 100 ગ્રામ કેસ્ટર શુગર, 4 ટીપાં કેવડા એસેન્સ, 1 ટીપું પીળો(ખાવાનો), 3 ચાંદીના વરખ.

બનાવવાની રીત : સૌ પ્રથમ કેરીના પલ્પને થોડો ગરમ કરી સૂકવી લો, પછી તેમાં મસળેલો માવો નાંખી તેને ગેસ પર ધીમી આંચે ગરમ કરી સૂકાવા દો.

હવે તેમાં ખાંડ, રંગ અને એસેન્સ નાંખી તેને એકસાર કરો. એક પ્લેટમાં ઘી કે માખણ લગાવી મિશ્રણને તેમાં એકસરખું ફેલાવી સેટ થવા છોડી દો. આ ફેલાવેલા મિશ્રણની ઉપર ચાંદીનો વરખ લગાવો. જ્યારે તે સારી રીતે ઠંડુ થઇ જાય અને ટ્રેમાં ચોંટેલું ન રહે ત્યારે સાવધાનીપૂર્વક મનપસંદ આકારમાં ટૂકડાંમાં કાપી લો. ઇચ્છો ત્યારે ખાઇ શકો છો આ મેન્ગો બરફી.