ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By કલ્યાણી દેશમુખ|

ગુલાબ જાબુ

સામગ્રી- 250ગ્રામ માવો, 50ગ્રામ આરારોટ, 500ગ્રામ ખાંડ, તળવા માટે ઘી, ઈલાયચી,દ્રાક્ષ.

રીત- માવાને આરારોટ નાખી મસળી લો. તેમાં માવાના ગઠ્ઠાં બિલકુલ ન રહેવા જોઈએ, હવે તે મિશ્રણના મધ્યમ આકારના ગોળા બનાવી દરેક ગોળાના વચ્ચે એક કિશમિશ દબાવી તેને ફરી ગોળ બનાવી લો. કઢાઈમાં ઘીને સારી રીતે ગરમ કરો. પછી ગેસ ધીમો કરી તેમાં ગુલાબજાંબુ તળી લો. ગુલાબજાંબુને હંમેશા ઘીમાં તાપે તળવા જોઈએ નહિ તો તે ઉપરથી કાળા અને અંદરથી કાચાં રહી જશે. ખાંડની બે તારી ચાસણી બનાવી તેમાં ઈલાયચીનો ભુકો નાખી, તળેલા ગુલાબ જાંબુ નાખો. અડધો કલાક ચાસણીમાં ડુંબાડી રાખ્યાં પછી ગરમ ગરમ અથવા ફ્રિજમાં ઠંડા કરી પરોસો.