kesar peda recipe- કેસર પેંડા બનાવવાની રીત
સામગ્રી
- માવો (ખોયા) - 2 કપ
- ખાંડ - 1/2 કપ
- 1/4 ચમચી
-દૂધ - 1 ચમચી
-એલચી પાવડર - 1/4 ચમચી,
-1.2 ટી સ્પૂન કેસર,
- સજાવવા માટે કતરેલા પિસ્તા.
બનાવવાની રીત - સૌ પ્રથમ એક બાઉલમાં માવો લો અને તેને સારી રીતે ભૂક્પ કરી લો. તે પછી કડાહીમાં માવો નાખીને ધીમા તાપ પર થોડી વાર સેકો. પછી તેમા ખાંડ નાખીને હલાવતા સેકો.
- એક નાના બાઉલમાં કેસરના દોરા નાંખો અને તેમાં 1 ટેબલસ્પૂન દૂધ ઉમેરો અને કેસરને ઓગાળી લો. આ પછી બાઉલને બાજુ પર રાખો.
- 15-20 મિનિટ પછી માવાને તાપ પરથી ઉતારી લો . જ્યારે માવો ગરમ રહે ત્યારે તેમાં ઈલાયચી પાવડર, કેસર દૂધ અને સ્વાદ મુજબ ખાંડ નાખીને માવા સાથે બધું બરાબર મિક્સ કરી લો.
- પછી તાપ પરથી ઉતારી લો. મિશ્રણ થોડુ ઠંડુ થાય ત્યારે માવાને સારી રીતે ઢાંકી દો અને અડધા કલાક માટે ફ્રીજમાં રાખો.
- નિર્ધારિત સમય પછી, માવાને રેફ્રિજરેટરમાંથી કાઢી લો અને ફરી એકવાર મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તેને કણકની જેમ ભેળવી દો.
- તેના પેંડા બનાવી લો અને પિસ્તા કતરનથી સજાવો.
- કેસરી પેંડા તૈયાર છે