માલપૂવા

malpua

સામગ્રી : 5 ચમચા મેંદો, 5 મોટા ચમચા દૂધનો પાવડર, 4 ચમચા રવો, 5 ઈલાયચી, 250 ગ્રામ ખાંડ, 2 કપ દૂધ તળવા માટે ઘી.

બનાવવાની રીત - સૌ પહેલા ખાંડ વગરની બધી સામગ્રીને દૂધ સાથે ભેળવીને ઘટ્ટ ખીરું બનાવી લો. આને ત્રણ ચાર કલાક માટે રાખો. એક કડાહીમાં ઘી ગરમ કરીને એક મોટો ચમચો ભરી ખીરું નાખી ધીમી આઁચ પર બદામી રંગની થાય ત્યા સુધી તળો.


ખાંડની ચાસણી બનાવી લો અને તળેલા માલપુડા ચાસણીમાં નાખી દો. આવી રીતે જ બધા માલપુડાને તળીને ચાસણીમાં નાખતાં જાવ. ઉપરથી સૂકામેવો અને વરકની કતરન નાખી સર્વ કરો.

આ માલપૂડાં દૂધપાંક સાથે વધુ ટેસ્ટી લાગે છે.


આ પણ વાંચો :