મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2016 (17:27 IST)

ગુજરાતી રેસીપી - મીઠો ખીચડો

મીઠો ખિચડો એક ગુજરાતી ડિશ છે. જે લોટના ચળામણ(ભુસૂં)માંથી બને છે.   જો કે આ વિશેષ પ્રસંગો પર બનાવાય છે.  તમે તો ચોક્કસ પ્રસંગની રાહ ન જોશો. આવો જોઈએ રેસીપી અને ફટાફટ બનાવીએ આ મીઠો ખિચડો 
 
સામગ્રી - એક કપ ઘઉંના લોટની ચળામણ(જાડો લોટ પણ લેશો તો ચાલશે), અડધો લીટર દૂધ, અડધી ચમચી ઘી, અડધો કપ ખાંડ, 1 ચોથાઈ ચમચી ઈલાયચી પાવડર, 5-6 કિશમિશ, 5 કાજૂ, 4 બદામ, 4 અખરોટ બારીક સમારેલી. 
 
બનાવવાની રીત - ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો પછી તેમા ઘઉંના લોટની ચળામણ નાખીને સેકો. હવે દૂધ નાખીને ચમચીથી હલાવો. પછી તેમા ખાંડ નાખો અને સારી રીતે મિક્સ કરો.  તેને સતત ચમચીથી હલાવતા રહો જેથી લોટ કઢાઈમાં ચોંટે નહી.  જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેમા ઈલાયચી પાવડર અને બધા ડ્રાઈફ્રૂટ્સ નાખી દો.  4-5 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો પછી ગેસ બંધ કરી દો. તૈયાર ખિચડાને ઠંડો કે ગરમ જેવો ઈચ્છો તેવો સર્વ કરો.