શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 8 જાન્યુઆરી 2022 (13:19 IST)

તંત્ર મંત્ર ટોટકા - કાળા મરીના આ 4 ઉપાય કરશો તો અનેક મુશ્કેલીઓ દૂર થઈ જશે

આજના સમયમાં ખૂબ ઓછા લોકોએ વા છે જે ધન સંબંધી બાબતે સંતુષ્ટ છે. ધન માટે મહેનત તો બધા કરે છે પણ કેટલાક થોડાક જ લોકો આશા મુજબ ધન મેળવી શકે છે. ધનની ઉણપની પાછળ અનેક કારણ હોઈ શકે છે. આ કારણોમાં જન્મકુંડળીના ગ્રહ દોષનો પણ સમાવેશ છે.  જો જન્મકુંડળીના દોષોને કારણે તમને જીવનમાં ધનનો અભાવ છે ત ઓ અહી કાળા મરીના ઉપાય બતાવ્યા છે આ ઉપાયોથી કુંડળીના અનેક ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. 
 
જ્યોતિષના ઉપાય અનેક નાની-નાની અને સામાન્ય વસ્તુઓથી પણ કરવામાં આવે છે. તેમા જ વસ્તુઓમાં કાળા મરીનુ પણ મહત્વપુર્ણ સ્થાન છે.  ગ્રહ દોષોને દૂર કરવા મટે યોગ્ય જ્યોતિષીય ઉપચાર કરવામાં આવે તો વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. 
 
પહેલો ઉપાય 
 
જો તમે કુંડળીના ગ્રહો દ્રારા શુભ ફળ મેળવવા માંગો છો કે ખરાબ નજરથી મુક્તિ મેળવવા માંગો છો તો કાળા મરીના 5 દાણાનો આ ઉપાય કરો. ઉપાય મુજબ કાળા મરીના 5 દાણા લો અને તેમને તમારા માથા પરથી 7 વાર ઉતારી લો. ત્યારબાદ કોઈ ચારરસ્તા પર ઉભા રહીને કે કોઈ સુમસામ સ્થાન પર ચારે દિશામાં 4 દાણા ફેંકી દો. ત્યારબાદ 5માં દાણાને ઉપર આકાશની તરફ ફેંકી દો. ત્યારબાદ ચારરસ્તા પરથી ફરી ઘરે પરત ફરો. ધ્યાન રાખો પાછળ વળીને ન જોશો. 
 
આ ઉપાય માટે એવુ માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આ ઉપાય કરે છે. તેની કુંડળીના અનેક દોષ દૂર થઈ શકે છે. આગળ જાણો કેટલાક વધુ ઉપાય... 
 
જ્યોતિષના ઉપાય ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ પર જ કામ કરે છે. જો મનમાં શંકા કે સંશય હશે તો આ ઉપાય નિષ્ફળ થઈ જાય છે. આ સાથે જ આવા ઉપાયોને કોઈની સામે જાહેર પણ ન કરવા જોઈએ. જ્યારે પણ આ ઉપાય કરો. ચૂપચાપ કરો અને કોઈને બતાવવુ પણ ન જોઈએ. 
 
બીજો ઉપાય 
 
જો તમે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજાની બહાર સરસિયાનાં તેલનો દીવો લગાવો. 
દીવો રસ્તા વચ્ચે ન લગાવશો.  એવા સ્થાન પર દીપક લગાવો જ્યા દીપક પર કોઈ પગ મુકવાની શક્યતા ન હોય. દીવામાં કાલા મરીના બે દાણા નાખો. આ ઉપાય રોજ કરો. આ ખાસ યોગમાં કરો કે વિશેષ મુહુર્તમાં કરો કે તહેવારો પર જરૂર કરો. 
 
ત્રીજો ઉપાય 
 
રવિવારના દિવસે બપોરના સમયે પાંચ લીંબુ કાપીને વ્યવસાય સ્થળ પર મુકો. આ સાથે જ એક મુઠ્ઠી કાળા મરી, એક મુઠ્ઠી પીળા સરસવ પણ મુકો. બીજા દિવસે જ્યારે દુકાન કે વ્યવસાય સ્થળ ખોલો તો બધો સામાન લઈને ક્યાક દૂર સુમસામ રસ્તા પર જાવ. સુમસામ સ્થળ પર બધી વસ્તુ ખાડો ખોદીને દાટી દો.  આ પ્રયોગથી વ્યવસાયમાં શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જો કોઈની ખરાબ નજર લાગી હોય અથવા ટોટકો કર્યો હશે તો તેની અસર પણ સમાપ્ત થઈ શકે છે.  
 
ચોથો ઉપાય 
 
જે લોકોને આધા સીસી માથાના દુ:ખાવાની સમસ્યા છે. તેઓ આ ઉપાય કરી શકે છે કાળા મરીના 12 દાણા લો. આ સાથે જ લીમડાના 12 પાન અને ચોખાના 12 દાણા મિક્સ કરી લો.  આ બધાને થોડુ પાણી નાખીને વાટી લો. ત્યારબાદ સૂર્યોદય પહેલા થોડીવાર સુધી મિશ્રણને સૂંધો.  આ ઉપાય 12 દિવસ સુધી કરો. માથાના દુ:ખાવામાં આરામ મળશે. જો ડોક્ટરનો ઈલાજ ચાલી રહ્યો હોય તો આ પણ કરતા રહો.  આ ઉપાય કરતા પહેલા કોઈ ડોક્ટર કે વૈદ્યની સલાહ જરૂર લો.