એક ઘર હો સપનો કા... પોતાનુ ઘર ખરીદવા માંગો છો તો અપનાવો આ ઉપાય

Last Modified ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (10:00 IST)

ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ
બની જાય છે.. ઉપરથી આજની વધતી મોંઘવારીને કારણે મોટાભાગના લોકો માટે ઘર ખરીદવુ કે બનાવવુ એક સપનુ રહી ગયુ છે. ઘણા લોકો એવા છે જેમનુ પોતાનુ ઘર નથી અને તેઓ કોઈ ભાડાના મકાનમાં રહે છે. જો અનેક પ્રયાસો છતા પણ તમે ખુદનુ ઘર નથી બનાવી શકતા તો અહી આજે વેબદુનિયામાં અમે તમને કેટલાક એવા ઉપાય બતાવીશુ જેનાથી તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે.

- જ્યોતિષ મુજબ જો કુંડળીમાં મંગળ કે શનિ સંબંધિત કોઈ ગ્રહ દોષ હોય તો ખુદનુ ઘર બનાવવાનુ સપનુ પુરૂ કરવામાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે.. કુંડળીના દોષ દૂર કર્ય અપછી જીવનમાં આવી રહેલા અવરોધો અને પરેશાનીઓ દૂર થવા માંડે છે.
- જો તમે કોઈ કારણ વશ તમારુ પોતાનુ મકાન નથી બનાવી શકતા તો કોઈ ગરીબ બાળકને લીમડાની લાકડીથી બનાવેલુ ઘર દાન કરો અથવા આ ઘર કોઈ મંદિરમા મુકી દો.. આવુ કરવાથી તમારુ પોતાનુ ઘર બનાવવાનુ સપનુ જલ્દી પૂર્ણ થશે.

- એક અન્ય ઉપાય મુજબ તમે કોઈ સિદ્ધ મંદિરમાં નાના નાના પત્થરોથી ઘરની આકૃતિ બનાવો.. અને ઈશ્વરને પૂજા કરી પ્રાર્થના કરો કે એ તમારુ ઘર બનાવવાની કૃપા કરે આ ઉપાયથી પણ તમને થોડા જ દિવસોમાં સકારાત્મક ફળ મળશે.

- જો ઘરમાં કોઈ ચકલી કે ખિસકોલી માળો બનાવી લે તો સમજી લેજો કે તમારુ પોતાનુ ઘર પણ જલ્દી જ બનવાનુ છે.. ઘરમાં ચકલીનો માળો શુભ શકુન ગણાય છે
- આ ઉપાયો ઉપરાંત તમે તમારા પ્રયાસો પણ કરવા ચાલુ રાખશો તો એક દિવસ તમારુ પોતાનુ ઘર હોવાનુ સપનુ જરૂર પૂરી થશે એવી અમારી અમારી શુભેચ્છા છે.


આ પણ વાંચો :