સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (11:51 IST)

Teacher's Day 2019: જાણો શિક્ષક દિવસ વિશે રોચક વાતો

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડો૴ સર્વપ્લ્લ્લી રાધાકૃષ્ણનને 27 વાર નોબેલ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યા હ્તા. 1954માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. 
 
આ દિવસે સ્ટુડેંટ્સ પોત પોતાની રીતે શિક્ષક પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરે છે. આંતરરાષ્ટ્રીય ટીચર્સ ડે નુ આયોજન 5 ઓક્ટોબરના રોજ થાય છે. આ ઉપરાંત અનેક દેશોમાં જુદા જુદા દિવસે પણ શિક્ષક દિવસ  ઉજવવામાં આવે છે. 
 
 
આવો જાણીએ શિક્ષક દિવસની રોચક વાતો 
 
1. 1962માં દેશના રાષ્ટ્રપતિ બનેલ ડૉક્ટર રાધાકૃષ્ણન એક મહાન શિક્ષાવિદ અને શિક્ષકના રૂપમાં દુનિયાભરમાં ઓળખાય છે.  
2. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનુ માનવુ હતુ કે દેશમાં સર્વશ્રેષ્ઠ મગજવાળા લોકોએ જ શિક્ષક બનવુ જોઈએ 
3. ડોક્ટર રાધાકૃષ્ણનના પિતા તેમના અંગ્રેજી વાંચવા કે શાળા જવાના વિરુદ્ધ હતા.   તે પોતાના પુત્રને પૂજારી બનાવવા માંગતા હતા. 
4. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ખૂબ જ મેઘાવી વિદ્યાર્થી હતા અને તેમણે પોતાનો મોટાભાગનો અભ્યાસ શિષ્યવૃત્તિના આધાર પર જ પુરો કર્યો. 
5. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિદ્યાર્થીઓમાં એટલા લોકપ્રિય હતા કે જ્યારે તેઓ કલકત્તા જઈ રહ્યા હતા. તેમણે મૈસૂર વિશ્વવિદ્યાલયથી રેલવે સ્ટેશન સુધી ફુલોની બગ્ધીમાં લઈ જવામાં આવ્યા હતા. 
6. જાણીતા પ્રોફેસર એચ એન સ્પેલડિંગ ડોક્ટર રાધાકૃષ્ણના લેક્ચરથી એટલા પ્રભાવિત થયા કે તેમણે લંડન વિશ્વવિદ્યાલયમાં તેમને માટે ચેયર સ્થાપિત કરવાનો નિર્ણય કરી લીધો. 
7. શિક્ષણ ક્ષેત્રમાં ડોક્ટર રાધાકૃષ્ણના અભૂતપૂર્વ યોગદાન માટે 19031માં તેમણે બ્રિટિશ સરકારએ નાઈટ સન્માનથી પણ નવાજ્યા. 
8. દુનિયાના 100થી વધુ દેશોમાં જુદી જુદી તારીખ પર શિક્ષક દિવસ ઉજવાય છે. જો કે વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. 
9. યુનેસ્કોએ 1994માં શિક્ષકના કાર્યની પ્રશ્ંસા માટે 5 ઓક્ટોબરને વિશ્વ શિક્ષક દિવસના રૂપમાં મનાવવાને લઈને માન્યતા આપી હતી. 
10. અમેરિકામં 1944માં મૈટે વાયટે વુડ્બ્રિજે સૌથી પહેલા વકીલાત કરી. પછી 1953માં કોંગ્રેસે માન્યતા આપી. 1980માં 7 માર્ચના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસના રૂપમાં પસંદ કરવામાં આવ્યો. પણ પછી મે ના પ્રથમ મંગળવારે તેનુ આયોજન કરવામાં આવ્યુ.  સિંગાપુરમાં સપ્ટેમ્બરના પહેલા શુક્રવારને શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. જ્યારે કે અફગાનિસ્તાનમાં 5 ઓક્ટોબરના રોજ જ આ દિવસ ઉજવાય છે.