'રાખી કા ઈંસાફ' અશ્લીલતાથી ભર્યો
ઈમેજીન ટીવીનો આપણે કેવા શબ્દોમાં આભાર માનીએ એ નથી સમજાતુ. ઘરમાં ગાળોના સંસ્કાર આપવા માટે, કે પછી માણસની આબરૂ સાથે બિંદાસ રમવા માટે. સદીઓથી માનવીનો સ્વભાવ રહ્યો છે કોઈ બીજાની કમજોરી કે કમીઓને વિશેષ ચટાકાં લઈને જોવામાં મજા આવે છે. રાખીની ટીઆરપી પણ એ માટે જ માથા પર ચઢી રહી છે કે લોકો પોતાના અંદર રહેલા વિકારોને ત્યાં નીકળતા જોઈ રહ્યા છે. જો તમે શો 'રાખી કા ઈંસાફ' જોયો છે તો તમે જાણો છો કે ત્યાં ખરાબ સંવાદો, અશ્લીલ ટિપ્પણી અને હલકા ટાઈપના મનોરંજનનુ વાતાવરણ છે કે જો કોઈ રસ્તા પર આ શો ચાલતો હોય તો તમે ત્યાં ઉભા રહેવુ પણ પસંદ નહી કરો. જોવો તો પડે છે રસ્તા પર ગંદકી અને પરસ્પર ગાળો રોકવી આપણા હાથની વાત નથી. તેથી આપણે આગળ વધી જઈએ છીએ. પણ કોઈ 'ચાલૂ' અને અસભ્યભર્યુ વાતાવરણ તમારા ઘરના ડ્રોઈંગરૂમ સુધી આવી ગયો છે. તમે ધારો તો પણ આગળ નથી વધી શકતા, કારણ કે તમારી અંદર ક્યાંક છુપાયેલી તમારી જ આદિમ પ્રવિત્તિ તમને ઉપસાવે છે કે જોઈએ તો ખરા શુ થાય છે ? એવુ તો શુ કરી રહી છે રાખી જોઈએ તો ખરા' અંદર ને અંદર તમે આનંદ ઉઠાવી રહ્યા છો. અને ઉપરથી બોલો પણ છો કે છી...છી..છી.. કેટલી ગંદી છે આ છોકરી. મનભરીને ગુસ્સો ઠાલવો એવુ નથી કે તમે નકલી માણસ છો અને તમને આ અશ્લીલતાઓ પર ગુસ્સો નથી આવતો. વાત એમ છે કે આ પ્રકારની વાતો તમારી સામે આવે, આવતી રહે અને તમે તેમના પર મનભરીને ગુસ્સો ઠાલવ્યા કરો. હુ કે તમે બેવડા ચરિત્રવાળા નથી. આપણે બધા એક મનોવૈજ્ઞાનિક ગ્રંથિનો શિકાર છીએ. રાખી જેવા 'ચરિત્ર' જેનુ પોતાનુ કોઈ ચરિત્ર નથી, આપણી આ જ ગ્રંથિનો ફાયદો ઉઠાવે છે. ભાષા અને રાખી - તોબા રે તોબા રાખી પાસેથી સ્તરીય ભાષાની આશા કરવાનો મતલબ છે કે આપણે જ અજ્ઞાની છીએ. ભાષા સાથે રાખીનો શુ સંબંધ ? ભાષા તમારી અંદરના સંસ્કારોથી શોભે છે. તમારા આચરણથી તેમા સૌમ્યતા આવે છે. તેની ગરિમાનો ખ્યાલ તેમને જ આવે છે જેમણે સામાજિક મર્યાદા અને પરિધિનો અનુભવ છે. રાખી અને તેની નૈતિકતાની બનતી-બગડતી પરિભાષાઓથી આજે કોણ પરિચિત નથી ? રસથાળની જેમ પીરસાતી ગંદકી રાખીની સામે એક એવો વ્યક્તિ બેસ્યો છે જે ના તો પુરૂષ છે કે ન તો સ્ત્રી. પણ એ નથી માનતો કે તેની અંદર એવી કોઈ કમી છે. રાખીનો પ્રશ્ન, શુ તમે ક્યારેય કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે ? સામે બેસેલ જ્યારે સ્વીકૃતિ આપે છે ત્યારે રાખી અશ્લીલ અભિવ્યક્તિ અને રસ લેતી લાજવાબ પ્રવૃત્તિની સાથે કહે છે, કોનો બળાત્કાર કર્યો તમે ? આની આગળ રાખી જે કહે છે એ લખવા માટે રાખી જેવુ હૃદય જોઈએ. આ તો એક સાધારણ ઉદાહરણ છે, આનાથી પણ વધુ આગળ જઈને રાખી અને શો માં ઈંસાફ માંગવા આવેલ લોકો જે રીતે પોતાના મોઢામાંથી ગંદકી ઓકે છે, તે કાન બંધ કરવાથી લઈને ટીવી ફોડવા સુધી માટે કોઈને ઉપસાવી શકે છે. માસ-મીડિયાના કાયદા, ગરિમા, સભ્યતા બધુ એ સમયે માથુ ફોડીને રક્તરંજીત થઈ રહ્યા હોય છે. એક અશિષ્ટ વ્યક્તિ પણ શિષ્ટતાનો ભલે ઢોંગ જ કરી લે પણ પબ્લિકલી આટલો બેશરમ ક્યારેય નથી થતો. પરંતુ જ્યારે એંકર રાખીની બેશરમીનો સામનો થાય છે તો તેની પોતાની મર્યાદા પણ એ શો માં જ વહી જાય છે. ઈંસાફ માટે કિરણ કેમ નહી શો એ માટે પણ શંકાસ્પદ છે કે જ્યારે તમને ઈંસાફ જોઈએ છે અને તમે પાક સાફ છો તો તમે કિરણ બેદી ના શો માં જવુ પસંદ કરશો, નૌટંકીબાજ રાખીના શો મા નહી. નૈતિકતા, સત્ય, ઈંસાફ,ન્યાય અને ખરા-ખોટાનો નિર્ણય તમે રાખી જેવી છોકરી પાસેથી કેમ મેળવવો પસંદ કરશો ?આપણે ત્યા આજે પણ ન્યાયિક વ્યવસ્થા પર વિશ્વાસ કાયમ છે. ભલે કોઈ પાલિકા પરથી લોકોને વિશ્વાસ ન રહ્યો હોય પણ ન્યાયપાલિકા આપણે ત્યાં અંતિમ વિકલ્પના રૂપમાં આજે પણ સ્વીકારવામાં આવે છે. જે સાચે જ પીડિત છે અને ન્યાય માટે તરસી રહ્યા છે તે રાખી સામે કેમ જશે. દેખીતુ છે જેને ટીવીનો પડદો દેખાય છે, જેને ગાળો બોલવા સાંભળવા સામે વાંધો નથી. જે આખી દુનિયા સામે તમશો બનીને પણ બેશરમ બનીને રહી શકે છે આ શો એમને માટે જ છે. ઘણુ બધુ મરી રહ્યુ છે. જે આ શો ને કારણે મરી ગયો તેના વિશે કંઈ પણ કહેવુ અમારા નીતિ નિયમોની બહાર છે. નહી તો એટલુ જ કહેવાનુ હ અતુ કે મરવા માટે રાખી ના માથે આવવાથી શુ થશે ? બસ, ચેનલો પર રાખીનો ક્રેઝ વધશે, અને તે વધુ લોકપ્રિય(?) થશે, ટીઆરપી વધશે બસ વધુ કંઈ નહી. શો તો ચાલતો રહેશે. દેશના બુદ્ધિજીવીઓ, ઉઠો અને બતાવો કે હજુ 'દૂરદર્શન'ની સંસ્કારી પેઢી મરી નથી. નહી તો આવા અશ્લીલ શો થી ફક્ત પ્રતિભાગી જ નહી મરે પરંતુ એક સમગ્ર મર્યાદિત સામાજીત વ્યવસ્થાના મરવાની શક્યતા છે.