1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (11:51 IST)

અનીતા હસનંદાનીના ઘરે આવ્યો નાનકડો મેહમાન, બેબી બોયને આપ્યો જન્મ

Anita Hassanandani
ટીવી ઈંડસ્ટ્રીના ફેન્સ માટે ખુશખબર છે. અભિનેત્રી અનીતા હસનંદાનીએ પુત્રને જન્મ આપ્યો છે. પતિ રોહિત રેડ્ડી સાથે તેમણે પહેલા બેબીનુ વેલકમ કર્યુ છે. રોહિત રેડ્ડીએ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેયર કરી બધાને ખુશખબર આપી. ઉલ્લેખનીય છે કે અનીતા હસનંદાની નાગિન માં જોવા મળી હતી, જ્યાથી તે ફેમસ થઈ. 
 
સોશિયલ મીડિયા પર ન્યુઝ શેયર કરતા રોહિત રેડ્ડીએ લખ્યુ, ઓહ બોય ! આ સાથે જ ફોટોમાં તમે જોઈ શકો છો કે રોહિત અનીતાના ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે અને અનિતા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સાથે જ તારીખ લખી છે 9 ફેબ્રુઆરી 2021. 

 
થોડા સમય પહેલા ટાઈમ્સ ઓફ ઈંડિયા સાથેની વાતચીતમાં અનીતા હસનંદાનીએ જણાવ્યુ હતુ કે હુ બેબી માટે એકદક તૈયાર છુ. અમે તાજેતરમાં જ બેબી માટે એક સ્પેશલ કિબ ખરીદ્યુ છે અને તેને સેટ કર્યુ છે.  મે અનેક ફોટોશૂટ્સ કર્યા છે. પણ કોઈ પ્રેગ્નેંસી પીરિયડમાં કરવામાં આવતા ફોટોશૂટ સાથે તેની તુલના નથી કરી શકતુ. મૈટરનિટી શૂટમાં મે સૌથી વધુ મજા કરી છે. એક્ટ્રેસે એ પણ જણાવ્યુ હતુ કે તે ફેબ્રુઆરીમાં બેબીને જન્મ આપશે. 
 
આ સાથે જ અનીતાએ જણાવ્યુ હતુ કે તે ખુદને પ્રેગનેંસી પીરિયડમાં શાંત અને ખુશ કેવી રીતે રાખી રહી છે. યોગ કરવા સાથે તે પોતાના ડોગી સાથે રમી રહી છે. ખુદ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેંડ કરી રહી છે.  હવે જ્યારે અનીતા અને રોહિતના ઘરે નવા મહેમાનનુ આગમન થઈ ચુક્યુ છે તો તેમની ખુશી બમણી થઈ ગઈ છે. ફેંસ અને ટીવી સેલેબ્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.