રવિવાર, 28 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2023 (12:46 IST)

Elvish Yadav - રેવ પાર્ટી સાંપોના ઝેરનુ સપ્લાય.. જાણો કોણ છે એલ્વિશ યાદવ, જેના પર લાગ્યા છે આ આરોપ

બિગ બોસ ઓટીટી 2 ના વિજેતા અને સોશિયલ મીડિયા દ્વારા લોકોના દિલ જીતનારા યૂટ્યુબર એલ્વિશ યાદ એકવાર ફરી ચર્ચામાં છે. હંમેશા ચર્ચામાં રહેનારા એલ્વિશ આ વખતે વિવાદોમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. એલ્વિશ પર આરોપ લાગ્યો છે કે તે સાંપોના ઝેરનુ સપ્લાય કરનારી ગેંગ સાથે જોડાયેલ છે. પોલીસે આ મામલે નામજદ પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. બીજી બાજુ એલ્વિશ યાદવની સંલિપ્તતાને તપાસ કરી રહી છે. હરિયાણાના ગુરૂગ્રામ જીલ્લામાં રહેનારા એલ્વિશ બિગ બિગ બોસ જીત્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે સ્ટેજ પણ શેયર કર્યુ હતુ.  આ દરમિયાન સીએમ ખટ્ટરે તેમના ખૂબ વખાણ કર્યા હતા. આવો જાણીએ આ વખતે મુશ્કેલીમાં ફસાય રહેલા એલ્વિશ યાદવ વિશે જાણીએ..  
 
કોણ છે એલ્વિશ યાદવ 
 
એલ્વિશ હરિયાણાનો છે. તે હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં પરિવાર સાથે રહે છે. જ્યાં તેની પાસે આલીશાન ઘર છે. એલવિશે પોતાના ઘરથી અલગ એક ફ્લેટ પણ લીધો છે, જેમાં તે તેના મિત્ર સાથે રહે છે અને વીડિયો બનાવે છે. એલ્વિશ B.Com નો વિદ્યાર્થી હતો અને તેનો પરિવાર ઈચ્છતો હતો કે તે સરકારી નોકરી કરે. પરંતુ એલ્વિશ યાદવને યુટ્યુબની લત લાગી ગઈ અને તેણે 2016માં પોતાની ચેનલ બનાવી.
 
યૂટ્યુબ પર 14 મિલિયનથી વધુ સબ્સક્રાઈબર 
 
એલ્વિશ હરિયાણાનો હોવા છતાં તેને દેશના ખૂણે ખૂણેથી પ્રેમ મળ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની યુટ્યુબ ચેનલના 14 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. એક રિપોર્ટ અનુસાર એલ્વિશની કુલ સંપત્તિ 2 કરોડ રૂપિયા છે. એલ્વિશ યાદવ  હાલમાં 50 કરોડ રૂપિયાનો માલિક છે. તેનો એક આલીશાન બંગલો બનાવવામાં આવી રહ્યો છે. એલ્વિશ લક્ઝરી કારનો શોખીન છે. તેની પાસે પોર્શે, હ્યુન્ડાઈ અને ફોર્ચ્યુનર જેવી ઘણી કાર છે.
 
બોગ બોસ ઓટીટી જીતીને રચ્યો ઈતિહાસ 
 
એલ્વિશ યાદવે બિગ બોસ ઓટીટી સીઝન ટુમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને જીત મેળવી હતી. આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો. બિગ બોસ ઓટીટી સીઝન 2 જીતવા બદલ એલ્વિસ યાદવને 25 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. શો જીત્યા બાદ તેણે પોતાના વતનમાં લાઈવ શો કર્યો હતો. આ શોમાં એલ્વિશને જોવા માટે 3 લાખથી વધુ ફેન્સ એકઠા થયા હતા.
 
સીએમ ખટ્ટર સાથે સ્ટેજ શેર કર્યું હતું
 
એલ્વિશનો સ્ટારડમ જ છે કે તેના અભિનંદન સમારંભમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ મુખ્ય અતિથિ બનીને સામેલ થયો. આ દરમિયાન સીએમ ખટ્ટરે જોરદાર વખાણ કર્યા હતા. આ સન્માન સમારંભમાં હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે લોકોને સંબોધિત કરતા એક મોટુ એલાન કર્યુ હતુ કે 1 નવેમ્બરના  રોજ હરિયાણા દિવસ છે. એ દિવસે હરિયાણા સરકાર દ્વારા સ્ટેટ લેવલ ટૈલેંટ હંટનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.  
 
એલ્વિશ પાસે માંગવામાં આવી  1 કરોડ રૂપિયાની ખંડણી 
 
તાજેતરમાં, એલ્વિશ યાદવે કથિત રીતે ખંડણીના કોલ મળ્યા બાદ એફઆઈઆર નોંધાવી હતી. ગુરુગ્રામના સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં 25 ઓક્ટોબરે કેસ નોંધવામાં આવ્યો હતો. એલવીશે પોલીસને જણાવ્યું હતું કે તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી.

આ મામલે વધી શકે છે એલ્વિશની મુશ્કેલી 
નોએડામાં પોલીસે રેવ પાર્ટીનો ભંડાહોડ કર્યો છે. જેમા નશા માટે ઝેરીલા સાંપોના ઝેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. નોએડા પોલીસે જે એફઆઈઆર નોંધાવી છે તેમા બિગ બોસ વિનર અને ફેમસ યૂટ્યુબર એલ્વિશ યાદવનુ પણ નામ આવ્યુ છે.  આ કેસ ભાજપના સાંસદ મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સમાં કામ કરતા ગૌરવ ગુપ્તાએ નોંધાવ્યો છે. આરોપ છે કે એલ્વિશ યાદવ નોઈડા અને એનસીઆરના ફાર્મ હાઉસમાં જીવંત સાપ સાથે વીડિયો શૂટ કરે છે. આ ઉપરાંત રેવ પાર્ટીઓમાં પણ સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.