સીરિયલ 'સસુરાલ સિમર કા' ના ચાઈલ્ડ એક્ટરની રોડ અકસ્માતમાં મોત, માતાની હાલત ગંભીર

shivlekh
મુંબઈ.| Last Modified શુક્રવાર, 19 જુલાઈ 2019 (11:18 IST)
ટીવી સીરિયલ સસુરાલ સિમર કા ના ચાઈલ્ડ આર્ટિસ્ટને લઈને એક માઠા સમાચાર સાંભળવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે 14 વર્ષના ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહનુ માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ છે.
ગુરૂવારે છત્તીસગઢના રાયપુરના બાયપાસ વિસ્તારમાં શિવલેખની કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.
જ્યારબાદ આ દર્દનાક દુર્ઘટના બની.
કારમાં શિવલેખ સાથે તેમના માતા પિતા અને એક ત્રીજો વ્યક્તિ પણ હતો. ત્રણેય દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ થયા છે.
shivlekh
રાયપુરના પોલીસ અધીક્ષક આરિફ શેખ એ આ ઘટનાને કંફર્મ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટના ગુરૂવારે બપોરે 3 વાગ્યે ધારસિવા વિસ્તાર પાસે બની.
કાર-ટ્રકની ટક્કર પછી શિવલેખનુ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયુ. તેમની માતા લેખના, પિતા શિવેન્દ્ર સિંહ અને ત્રીજી વ્યક્તિ નરેન્દ્ર સિંહ ઘાયલ છે. શિવલેખની માતાની હાલત નાજુક છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે તેમની કારનો થયો ત્યારે બધા બિલાસપુરથી રાયપુર જઈ રહ્યા હતા.
દુર્ઘટના પછી ટ્રક ડ્રાઈવર ટ્ર્ક છોડીને ફરાર થઈ ગયો. પોલીસ ડ્રાઈવરની શોધમાં લાગી છે. પરિવારના નિકટના લોકોએ જણાવ્યુ કે શિવલેખ રાયપુર મીટિયાને ઈંટરવ્યુ આપવા માટે આવી રહ્યો હતો.
જો શિવલેખની વાત કરીએ તો તે મૂળરૂપે છત્તીસગઢનો રહેનારો હતો.
shivlekh
તેના માતા પિતા છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહી રહ્યા હતા.
શિવલેખ અનેક હિન્દી ટીવી સીરિયલમાં કામ કરી ચુક્યો છે.
તેમા સંકટમોચન હનુમાન, બાલવીર અને સસુરાલ સીમર કાનો સમાવેશ છે. શિવલેખ રિયાલિટી શોઝનો પણ ભાગ રહ્યો હતો.


આ પણ વાંચો :