ડો. હાથીને યાદ કરતા બબિતાજીની આંખો ભરાઈ આવી, બોલ્યા - હું સદમાંમાં છુ અને સેટ પર..

મંગળવાર, 10 જુલાઈ 2018 (13:04 IST)

Widgets Magazine
munmun datta

સબ ટીવી પર પ્રસારિત થનારા પૉપુલર ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડૉ હંસરાજ હાથીનુ સોમવારે નિધન થઈ ગયુ. ડૉ.  હાથીને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના નિધનથી શો ની સમગ્ર કાસ્ટ સદમામાં છે. શો નું શૂટિંગ પણ રોકવામાં આવ્યુ છે. 
taarak-mehta-ka-ooltah-chashmah
શો મા બબિતાજીનો રોલ ભજવનાર મુનમુન દત્તાએ કવિ કુમાર આઝાદ મતલબ ડૉ. હાથીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ફેસબુક પર તેમની કેટલીક તસ્વીર શેયર કરતા લખ્યુ, 'અમે તમને કંઈક આ રીતે યાદ કરીએ છીએ અને હંમેશા કરતા રહીશુ. 
taarak-mehta-ka-ooltah-chashmah
મુનમુને લખ્યુ છે, 'હંમેશા ખુશ રહેનારા વ્યક્તિ, જે સવાર સવારે સ્માઈલથી સૌને અભિવાદન કરતા હતા. અમે દૂર બેસીને તમારુ ગીત સાંભળતા હતા. તેમનો વાત કરવાનો અંદાજ ખૂબ જ ક્યૂટ હતો અને તેઓ સૌના શુભચિંતક હતા. દરેક પરિસ્થિતિમાં તેઓ હસતા રહેતા હતા. 
taarak-mehta-ka-ooltah-chashmah
આજે અમને કેવુ લાગી રહ્યુ છે તે વર્ણન કરવા માટે શબ્દો નથી. સેટ આજે બધાની આંખોમાં આંસૂ છે. આ અમારી માટે ખૂબ મોટો ઝટકો છે.  અમે ગઈકાલે જ તો એકસાથે શૂટિંગ કર્યુ હતુ.  અમે એ અંતિમ ક્ષણને યાદ કરી રહ્યા છીએ. 
 
ભગવાન તમારી આત્માને શાંતિ આપે હાથી ભાઈ. મારી ખુશકિસ્મતી કે તમારી સાથે મુલાકાત થઈ.  મારી સાથે સ્પેશ્યલ સિંધી પરાઠા શેયર કરવા માટે ખૂબ ખૂબ આભાર. હુ શોકગ્રસ્ત છુ. 
 
ઉલ્લેખનીય છે કે ડો. હાથી ફક્ત 37 વર્ષના હતા. ડો. હાથી વિશે શો માં ભિડે નો રોલ ભજવનારા મંદાર ચાંદવડકરે કહ્યુ કે 'તેમણે પોતાના બધા કામ ખતમ કરીને દુનિયાને અલવિદા કહ્યુ, તેઓ કોઈ પણ કામ અધુરુ છોડતા નહોતા. સાચી દ્રષ્ટિએ હવે તેઓ આઝાદ થઈ ગયા છે. 
 
સોમવારે સવારથી અમને બધાને ફિલ્મસિટીમાં એક સીકવેંસ શૂટ કરવાની હતી. પછી જાણ થઈ કે આઝાદની તબિયત ખરાબ છે તો અમે તેમના વગર જ શૂટિંગમાં આગળ વધ્યા. તેઓ મારા ખૂબ જ નિકટ હતા. તેઓ મને હંમેશા પૂછતા કે આજે ટિફિનમાં શુ લાવ્યા છો. તેમને ખાવાનો ખૂબ શોખ હતો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ટીવી

news

Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલના પરમ મિત્ર ડોક્ટર હંસરાજ હાથીનુ નિધન

. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના સુપરહિટ કેરેક્ટર ડો. ...

news

તમામ છોકરીઓ ગોલ્ડ-ડીગર હોય છે - 'દિલ હીતો હૈ'નો રિત્વીક

અમદાવાદ, મિત્રતા એક બોન્ડ છે જે હંમેશ માટે ચાલે છે, અને દરેક મિત્રતા કેટલીક મીઠી મશ્કરી ...

news

કૉમેડી સર્કસમાં અદિતી ભાટિયાએ લોકોને હસાવવાની ચેલેન્જલ ઉપાડી

, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનનો કોમેડી શો કૉમેડી સર્કસ પાંચ વર્ષ પછી પુનરાગમન કરવા માટે ...

news

મારી ટીમ માટે અમદાવાદનું સ્વાદિષ્ટ ફરસાણ પેક કરીને લઇ જવાની છું - દ્રષ્ટિ ધામી

અમદાવાદ, આજે સબંધો અગાઉ કરતાં વધારે જટિલ બની ચૂકયાં છે અને આજ કાલના સમયમાં સબંધોની આવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine