તો શુ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાબેન છોડી રહી છે શો.. જાણો કારણ

disha vakani
Last Updated: મંગળવાર, 13 માર્ચ 2018 (18:33 IST)
ટીવીની પૉપુલર કોમેડી સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનુ પત્ર ભજવનારી એક્ટ્રેસ દિશા વકાનીને લઈને એક શૉકિંગ સમાચાર જાણવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ એવુ કહેવાય રહ્યુ છે કે દિશા આ શો છોડવાની છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિશાની પ્રેગનેંસી દરમિયાન તેમના શો છોડવાના સમાચાર આવ્યા હતા. જો કે શો ના નિર્માતાઓએ કહ્યુ હતુ કે તે ટૂંક સમયમાં જ પરત આવવાની છે.
disha vakani
પણ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે એ એવા છે કે દિશા હવે પોતાની બાળકીને સમય આપવા માંગે છે. આવામાં દિશાનુ કમબેક થોડુ મુશ્કેલ છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે શો ના મેકર્સ હવે દયા બેનના પાત્ર માટે નવો ચેહરો શોધી રહ્યા છે. જો કે અત્યાર સુધી શો ના મેકર્સ અને દિશાનુ કોઈ ઓફિશિયલ સ્ટેટમેટ સામે આવ્યુ નથી.
ઉલ્લેખનીય છે કે દિશાએ વર્ષ 2015માં મુંબઈના ચાર્ટડ એકાઉંટેંટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા અને ગયા વર્ષે નવેમ્બરમાં દિશાએ પુત્રીને જન્મ આપ્યો.આ પણ વાંચો :