શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (15:02 IST)

તારક મહેતાની 'સોનુ' કરશે લગ્ન

sonu tarak mehta
ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સોનૂ લગ્ન કરી રહી છે. આશોમાં આત્મારામ ભિડેની નાની દીકરી સોનૂ ભિડેની ભૂમિકા ભ્જવે છે ઝીલ મેહતા હવે લગ્નના પ્રપોઝલ સ્વીકાર કરી લીધુ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ ઝિલ મહેતાએ આ પ્રપોઝનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં છોકરો તેની સામે ડાન્સ કરીને તેને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળે છે.
 
ઝીલએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં અંદર છુપાયેલા પ્યારનો ઈજહાર પણ કર્યુ છે. તેણે લખ્યુ છે કોઈ મિલ ગયા મેરા દિલ ગયા. તેની સાથે જ સોનૂ એટલે કે ઝીલએ #LoveAJkal  હેશટેગ પણ આપ્યુ છે. આ વીડિયોમાં કેટલાક મિત્રો ઝિલની આંખે પાટા બાંધીને તેને સ્ટેજ પર લાવે છે અને પછી તેનો બોયફ્રેન્ડ આદિત્ય દુબે તેની સામે ડાન્સ કરીને તેને પ્રપોઝ કરે છે. ઝિલ તેને ગળે લગાવે છે અને લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે.