શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (14:43 IST)

IND vs PAK, T20 World Cup 2021: ભારત સામે મહામુકાબલા માટે પાકિસ્તાને કર્યુ ટીમનુ એલાન, સ્પષ્ટ કરી પ્લેઈંગ ઈલેવનની તસ્વીર

પાકિસ્તાને સુપર સન્ડે પર ભારત સામેની હાઈ વોલ્ટેજ મેચ માટે તેની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એટલે કે તેની પ્લેઈંગ ઈલેવનનું ચિત્ર પણ સ્પષ્ટ છે, જેને આ 12 ખેલાડીઓમાંથી પસંદ કરવામાં આવશે. મેચના એક દિવસ પહેલા જાહેર કરાયેલા 12 ખેલાડીઓમાંથી એક ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકશે નહીં. અને, તે ખેલાડી કોણ હશે, તે પણ લગભગ સ્પષ્ટ છે. તેના પર માત્ર સત્તાવાર મોહર બાકી છે 
 
પાકિસ્તાન ભારત વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનની પસંદ કરતા પહેલા  જે 12 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે તે નીચે મુજબ છે - બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી , શાહીન શાહ આફ્રિદી, હેરિસ રઉફ, હૈદર અલી