શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (16:19 IST)

પોતાના પિંડદાન કર્યા પછી બને છે નાગા , આ છે પ્રક્રિયા

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ વર્ષે 22 એપ્રિલથી 21 મે સુધી કુંભ મેળા આયોજિત થશે. આ ધાર્મિક મેળામાં એવા સાધુ સંત ઓ પણ આવશે જે લોકોના આકર્ષણના ક્રેંદ્ર થશે જેમ કે અઘોરી , કાપાલિક , નાગા સાધુ વગેરે. નાગા સાધુ બનવાની પ્રક્રિયા બહુ જ કઠિન છે. આજે અમે તમને નાગા સાધુઓના જીવનથી સંકળાયેલી કેટલીક રોચક વાતો જણાવી રહ્યા છે. 
 



































પોતાના પિંડદાન અને શ્રાદ્ધ 
 
મહાપુરૂષ પછી નાગાઓને અવધૂત કરાય છે . એ માં સૌથી પહેલા એને એમના વાળ કપાવા હોય છે. અવધૂત રૂપમાં સાધક પોતાને એમના પરિવાર અને સમાજ માટે મૃત માનીને એમના હાથોથી એમ અનો શ્રાદ્ધ કર્મ કરે છે. આ પિંડદાન અખાડાના પુરોહિત કરાવે છે. 













બનાવે છે 5 ગુરૂ
જો માણસ બ્ર્હ્મચર્યના પાલન કરવાની પરીક્ષાથી સફલતાપૂર્વક ગુજરી જાય છેતો એને બ્રહ્મચારીથી મહાપુરૂષ બનાવે છે. એના પાંચ ગુરૂ બનાવે છે. આ પાંચ ગુરૂ પંચ દેવ કે પંચ પરમેશવર * (શિવ વિષ્ણુ શક્તિ સૂર્ય અને ગણેશ )  હોય છે. 

કરે છે તપાસ 
જ્યારે કોઈ માણસ નાગા સાધુ બનાવા આવે છે , તો અખાડા એમના સ્તર પર એના અને એના પરિવારના વિશે તપાસ કરે છે. જો અખાડેને લાગે છે કે એ સાધું બનાવા માટે સહી માણસ છે તો જ એને અખાડામાં પ્રવેશની અનુમતિ મળે છે. 
 

રાખ અને રૂદ્રાક્ષ-
નાગા સાધુને વિભૂતિ અને રૂદ્રાક્ષ ધારબ કરવું પડે છે. શિખા સૂત્ર(ચોટી) પરિત્યાગ કરવી હોય છે. નાગા સાધુને એમના બધા વાળના ત્યાગ કરવું હોય છે. એ માથા પર શિખા પણ નહી રાખી શકતા કે પછી સંપૂર્ણ જટાને ધારણ કરવું હોય છે. 
 

એક સમય ભોજન -
નાગા
સાધુઓને રાત્રે અને દિવસ મળીને માત્ર એક જ સમય ભોજન કરવું હોય છે. એ ભોજન  પણ ભિક્ષામાં માંગેલું હોય છે. એક નાગા સાધુને વધારે થી વધારે સાત ઘરોથી ભિક્ષા લેવાના અધિકાર છે. જો સાત ઘરોથી કોઈ ભિક્ષા ન મળે તો એને ભૂખો રહેવું પડે છે. જે ભોજન મળે એને પસંદ કે નાપસંદને નજરઅંદાજ કરી પ્રેમપૂર્વક ગ્રહણ કરવું પડે છે. 
 

માત્ર પૃથ્વી પર ઉંઘવુ
નાગા સાધુ ઉંઘવા માટે પલંગ કે ખાટ કે બીજા કોઈ સાધન ઉપયોગ નહી કરી શકતા. અહીં નાગા સાધુઓને તો પથારી પર ઉંઘવાની પણ મનાહી હોય છે. નાગા સાધું માતર પૃથ્વી પર જ ઉંઘે  છે. આ બહુ કઠોર નિયમ છે જેને દરેક નાગા સાધુને પાલન કરવું પડે છે. 

લિંગ ભંગ -
આ પ્રક્રિયા માટે એને 24 કલાક નાગા રૂપમાં અખાડાના ધ્વજા નીચે વગર કઈક ખાઈ-પીને ઉભું રહેવું પડે છે. આ સમયે એને ખભા પર એક દંડ અને હાથમાં માટીના વાસણ હોય છે. આ સમયે અખાડાના પહેરેદાર એના પર નજર રાખે છે. એ પછી અખાડાના સાધું દ્વારા એના લિંગને વૈદિક મંત્રોસાથે ઝટકા આપીને નિષ્ક્રિય કરાય છે. આ કાર્ય પણ અખાડા નીચે કરાય છે. આ પ્રક્રિયા પછી નાગા સાધુ બની જાય છે. 


મહિલાઓ પણ બને છે નાગા સાધુ 
વર્તમાનમાં ઘણા અખાડોમાં મહિલાઓને  પણ નાગા સાધુની દિક્ષા અપાય છે. એમાં વિદેશી મહિલાઓની સંખ્યા પણ ઘણી છે. આમ તો મહિલા નાગા સાધુ અને પુરૂષ નાગા સાધુના નિયમ -કાનૂન સમાન છે. માત્ર આટલું અંતર છે કે મહિલા નાગા સાધુને એક પીળો વસ્ત્ર લપેટીને રાખવું પડે છે અને એ વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. નગ્ન સ્નાનની અનુમતિ નહી છે.