શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (16:17 IST)

બજેટ 2018 - 3 હજાર રેલવે સ્ટેશન પર લાગી શકે છે એસ્કલેટર, 1 હજારમાં લિફ્ટ

રેલ મુસાફરોની સુવિદ્યાઓ પર બજેટમાં વિશેષ ધ્યાન આપી શકાય છે. આશા છે કે આ બજેટ-2018માં 3400 કરોડ રૂપિયાથી દેશભરના પ્રમુખ સ્ટેશનો પર એસ્કલેટર અને લિફ્ટની સુવિદ્યા પુરી પાડવામાં આવશે. જેના હેઠળ લગભગ 3000 એક્સલેટર અને 1000 લિફ્ટ લગાવવામાં આવશે. ત્યારબાદ દિવ્યાંગ લોકો સહિત અન્ય મુસાફરોને સ્ટેશન પર આવવા જવામાં કોઈપણ મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. 
 
 
મુંબઈના સ્ટેશનો પર લાગશે એક્સલેટર 
 
મુંબઈના સ્ટેશનો પર 372 એસ્કલેટર લગાવવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત 2589 વધુ એસ્કલેટર લગાવવાની યોજના છે જેમા મોટાભાગના મહત્વપૂર્ણ સ્ટેશન કવર થઈ જશે.  રેલવે મિનિસ્ટ્રીના એક અધિકારી મુજબ આટલી વધુ સંખ્યામાં એક્સલેટર અને લિફ્ટ લગાવવાથી તેના રોકાણમાં કમી આવી રહી છે. આ સમયે એક એસ્કલેટર લગભગ 1 કરોડ રૂપિયા અને એક લિફ્ટ લગભગ 40 લાખ રૂપિયામાં લાગી રહી છે. 
 
રેલવેએ સ્કલેટર લગાવવાનો ફોર્મ્યૂલા કર્યો સરળ 
રેલવેએ સ્કલેટર લગાવવા માટે ફાર્મ્યૂલામાં ફેરફાર કર્યો છે. બદલાયેલા માનકોથી વધુ શહેરી અને સેમી શહેરી સ્ટેશનો પર એસ્કલેટર લગાવી શકાશે. રેલવે સ્ટેશનોની આવક અને મુસાફરોની સંખ્યાના હિસાબથી એસ્કલેટર લગાવવાનો નિર્ણય કરે છે. 
 
હવે છે આ માનક 
 
જો કોઈ સ્ટેશન પર 25 હજાર મુસાફરો વર્ષમાં આવે છે તો ત્યા એસ્કલેટર લગાવી શકાય છે. પણ શહેરી ક્ષેત્રમાં આ સ્ટેશનોની આવક વાર્ષિક આઠ કરોડ રૂપિયા અને સેમી શહેરી ક્ષેત્રમાં 6 કરોડ રૂપિયા વાર્ષિક આવક હોવી જોઈએ. 
 
રેલ બજેટ 2018માં સુરક્ષા અને મુસાફરોની સુવિદ્યાઓ પર રહેશે ફોક્સ 
 
આ અધિકારી મુજબ આ વખતે રેલ બજેટ 2018માં સુરક્ષા અને મુસાફરોની સુવિદ્યાઓ પર ફોકસ રહી શકે છે. જેના હેઠળ જ સ્ટેશનો પર એસ્કલેટર અને લિફ્ટ સહિત અન્ય સુવિદ્યાઓ માટે રોકાણ વધારી શકાય છે.  રેલ બજેટ 2018 સામાન્ય બજેટ 2018 ની સાથે જ એક ફેબ્રુઆરીના રોજ રજુ થશે.