1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:53 IST)

બજેટમાં શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ જાણી આખી લિસ્ટ - Budget Sastu ane Monghu

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2.0 નુ પથમ બજેટ રજુ કર્યુ છે. તેમણે ભાષણની શરૂઆત મંજૂર હાશમીના શેરથી કરી આ શેર હતો વિશ્વાસ હો તો કોઈ રસ્તા નીકલતા હૈ. હવા કી ઓટ ભી લે કર ચિરાગ જલતા હૈ.   નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે લગભગ બે કલાક 10 મિનિટ સુધી બજેટની જાહેરાત વાંચી.  આવો જાણીએ આ બજેટમાં કંઈ વસ્તુઓ  ના ભાવ વધશે અને કઈ વસ્તુઓ થશે સસ્તી 
 
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણના આ બજેટ પછી પેટ્રોલ-ડીઝલ, સોનુ, કાજુ મોંઘા થઈ જશે. પેટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયા પ્રતિ લીટરની કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી  10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી છે. સોના પર 2.5 ટકા આયાત ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. જેમા ભાવમાં વધારો થશે. 
 
આ થયુ મોંઘુ 
 
પેટ્રોલ-ડીઝલ, સોનુ, કાજુ મોંઘા થશે. આયાત ફીમાં વધારો થવાથી અનેક વસ્તુઓના ભાવ પણ વધશે.  આયાતિત પુસ્તકો પર પાંચ ટકાનો ચાર્જ લાગશે.  ઑટો પાર્ટ્સ, સિંથેટિક રબર, પીવીસી, ટાઈલ્સ પણ મોંઘી થઈ જશે.  તંબાકુ ઉત્પાદ પણ આ બજેટ પછી મોંઘા થઈ જશે. સોના ઉપરાંત ચાંદી અને ચાંદીના ઘરેણા માટે પણ વધુ રૂપિયા ખર્ચ થશે. 
 
આ થયુ સસ્તુ 
 
બજેટ 2019 પછી ઈલેક્ટ્રિક કાર સસ્તી થઈ જશે.  હાલ આ કાર ચલનમાં નથી પણ ભાવ ઓછા થવાથી આ કારનો ઉપયોગ વધુ થશે. બજેટ પછી હોમ લોન લેવી પણ સસ્તી થશે.  મતલબ ઘર ખરીદવુ સસ્તુ થશે. સસ્તા ઘર માતે વ્યાજ પર 3.5 લાખ રૂપિયાની છૂટ મળશે.